આ ઇંગ્લિશ ક્રિકેટર જેવી બોડી બનાવવા માગે છે સચિન તેંડુલકર, પૂછ્યું- કેટલી ઓમલેટ ખાવી પડશે ?
છ ફુટ અને સાત ઇંચ લાંબા ક્રિસ ટ્રેમલેટ ઇંગ્લેન્ડ માટે 12 ટેસ્ટ અને 15 વનડે રમી ચૂક્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ક્રિસ ટ્રેમલેટ જેવી જ બોડી બનાવવા માગે છે. રાયપુરમાં રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રમી રહેલ સચિન તેંડુલકરે ઇંગ્લેન્ડ લીજેન્ડ્સના ફાસ્ટ બોલર ક્રિસ ટ્રેમલેટની સાથે એક તસવીર શેર કરી છે. સચિને ટ્રેમલેટની સાથે તસવીર શેર કરતાં જ ટ્વીટ કરીને પૂછ્યું કે, ટ્રેમલેટ જેવી જ બોડી બનાવવા માટે કેટલી ઓમલેટ ખાવી પડશે.
આ પહેલા ટ્રેમલેટે સચિન તેંડુલકરની સાથે તસવીર શેર કરતાં લખ્યું હતું, “મારા સર્વકાલિન હીરો અને નવા ટ્રેનિંગ પાર્ટનર.” સચિનને એ જ તસવીરને શેર કરતાં લખ્યું, “મારે ટ્રેમલેટ જેવી બોડી બનાવવા માટે કેટલી ઓમલેટ ખાવી પડશે?"
How many OMELETTES would I need to eat to look like TREMLETT? 😋 🍳
— Sachin Tendulkar (@sachin_rt) March 10, 2021
मुझे TREMLETT जैसे बनने के लिए कितने OMELETTE 🍳 खाने पड़ेंगे?? 😜 https://t.co/jGa4mCgA8L
ઇંગ્લેન્ડ માટે 12 ટેસ્ટ અને 15 વનડે રમી ચૂક્યો છે ટ્રેમલેટ
નોંધનીય છે કે, છ ફુટ અને સાત ઇંચ લાંબા ક્રિસ ટ્રેમલેટ ઇંગ્લેન્ડ માટે 12 ટેસ્ટ અને 15 વનડે રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેના નામે 53 અને વનડેમાં 15 વિકેટ છે. ઉપરાંત તે એક ટી20 મેચ પણ રમ્યો છે જેમાં તેણે બે વિકેટ લીધી હતી. ટ્રેમલેટે ઇંગ્લેન્ડ માટે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2013માં રમી હતી.
ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ ટીમનો હિસ્સો છે ક્રિસ ટ્રેમલેટ
નોંધનીય છે કે, રાયપુરમાં રમાઈ રહેલ રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં ક્રિસ ટ્રેમલેટ ઇંગ્લેન્ડ લીજેન્ડ્સ ટીમનો હિસ્સો છે. જ્યારે સચિન તેંડુલકર ઇન્ડિયી લીજેન્ડ્સની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. બન્ને એક જ હોટલમાં રોકાયા છે અને મોટાભાગે સાથે જ જિમ કરે છે .