શોધખોળ કરો

T20 WC 2022: સેમિ ફાઇનલમાં પહોંચનારા ચારેય ટીમના કેપ્ટનો રહ્યાં છે એકદમ ફ્લૉપ, જાણો કોનુ કેવુ રહ્યું છે પ્રદર્શન.........

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમની વાત કરીએ તો, કેપ્ટનો સારા બેટ્સમેન છે, પરંતુ હજુ સુધી કોઇએ પોતાની પ્રતિભા પ્રમાણે રમત રમી નથી. 

T20 World Cup 2022 Semi Finals: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજથી સેમિ ફાઇનલ રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે, સેમિ ફાઇનલમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ટીમો પહોંચી ચૂકી છે. આજે પ્રથમ સેમિ ફાઇનલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે, જ્યારે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે જંગ જામશે. 

ખાસ વાત છે કે, સેમિ ફાઇનલ પહેલા ટી20 વર્લ્ડકપ 2022માં સુપર 12 રાઉન્ડ રમાયો હતો, અહીં 12 ટીમો વચ્ચે જબરદસ્ત જંગ જામ્યો હતો. અને તેમાથી અંતિમ ચાર ટીમો સેમિ ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ સેમિ ફાઇનલમાં જે ચાર ટીમો પહોંચી છે, જેમાં એક વાત બહુજ ખરાબ રહી છે કે, આ ચારેય ટીમોના કેપ્ટનોનો આ ટૂર્નામેન્ટમાં કંઇ ખાસ કમાલ જોવા મળ્યો નથી. આ ચારેય કેપ્ટનોની રમતની એવરેજ આ ટી20 વર્લ્ડકપ 2022માં સામાન્ય રહી છે. જાણો દરેકના આંકડાઓ...... 

સેમિ ફાઇનલ- ચારેય ટીમના કેપ્ટનોનુ પરફોર્મન્સ - 

રોહિત શર્મા, ભારતીય ટીમ- 
રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધી 5 મેચો રમી છે, જેમાં માત્ર 17.80ની એવરેજથી 89 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 109.80 ની રહી છે. 

સુપર 12માં રોહિતની ઇનિંગ -
ભારત વિરુદ્ધ પાકિસ્તાન – 4 રન
ભારત વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 53 રન
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 15 રન
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ – 2 રન
ભારત વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 15 રન

બાબર આઝમ, પાકિસ્તાન ટીમ -
બાબર આઝમે કુલ 5 મેચો રમી છે, તેને માત્ર 39 રન જ બનાવ્યા છે, તેની એવરેજ માત્ર 7.80ની રહી છે, અને સ્ટ્રાઇક રેટ 61.90ની રહી છે.

સુપર 12માં બાબર આઝમની ઇનિંગ - 
પાકિસ્તાન વિરુદ્ધ ભારત – 0 રન
પાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વે – 4 રન
પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ્સ – 4 રન 
પાકિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા – 6 રન
પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ – 25 રન

કેન વિલિયમસન, ન્યૂઝીલેન્ડ ટીમ
કેન વિલિયમસને આ ટૂર્નામેન્ટમાં 4 મેચો રમી છે, જેમાં 33 ની એવરેજથી 132 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 118.91 ની રહી છે.

સુપર 12માં કેન વિલિયમસનની ઇનિંગ - 
ન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ ઓસ્ટ્રેલિયા – 23 રન
ન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ શ્રીલંકા – 8 રન
ન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ ઇંગ્લેન્ડ – 40 રન
ન્યૂઝીલેન્ડ વિરુ્દ્ધ આયરલેન્ડ – 61 રન

જૉસ બટલર, ઇંગ્લેન્ડ ટીમ -
ઇંગ્લેન્ડના કેપ્ટન જૉસ બટલરનું વર્લ્ડકપમાં ફોર્મ ચિંતાનો વિષય છે, તેને અત્યાર સુધી 4 મેચોમાં 29.75 ની એવરેજથી 119 રન જ બનાવ્યા છે. બટલરની આ દરમિયાન સ્ટ્રાઇક રેટ 132.22 ની રહી છે. 

સુપર 12માં જૉસ બટલરની ઇનિંગ -
ઇંગ્લેન્ડ વિરુદ્ધ અફઘાનિસ્તાન – 18 રન
ઇંગ્લેન્ડ વિરુદ્ધ આયરલેન્ડ – 0 રન
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ – 73 રન
ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા – 28 રન

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સેમિ ફાઇનલમાં પહોંચનારી ચારેય ટીમની વાત કરીએ તો, કેપ્ટનો સારા બેટ્સમેન છે, પરંતુ હજુ સુધી કોઇએ પોતાની પ્રતિભા પ્રમાણે રમત રમી નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget