World Cup: 'ટાઇમ આઉટ' વિવાદમાં એન્જેલો મેથ્યૂઝનો અસલી દુશ્મન વર્લ્ડકપમાંથી બહાર, જાણો શું છે કારણ
ભારત દ્વારા આયોજિત વનડે વર્લ્ડકપ 2023માં સોમવારની (6 નવેમ્બર) મેચમાં 'ટાઇમ આઉટ' એક મોટો કિસ્સો સામે આવ્યો. આ 'ટાઇમ આઉટ'ની ઘટના શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બની હતી,
Shakib al hasan ruled out to World Cup 2023: ભારત દ્વારા આયોજિત વનડે વર્લ્ડકપ 2023માં સોમવારની (6 નવેમ્બર) મેચમાં 'ટાઇમ આઉટ' એક મોટો કિસ્સો સામે આવ્યો. આ 'ટાઇમ આઉટ'ની ઘટના શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં બની હતી, હવે આ વિવાદની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે.
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. શાકિબે જ એમ્પાયરને શ્રીલંકાના ખેલાડી એન્જેલો મેથ્યૂસને 'ટાઇમ આઉટ' આપવાની અપીલ કરી હતી. આવી સ્થિતિમાં તેને મેથ્યૂસનો અસલી દુશ્મન માનવામાં આવતો હતો. જોકે, શાકિબે આ અપીલ નઝમૂલ હૂસૈન શાન્તોના કહેવા પર કરી હતી.
આંગળીમાં ફેક્ચર થવાના કારણે ટૂર્નામેન્ટમાંથી થયો બહાર
ICCએ શાકિબને વર્લ્ડકપમાંથી બહાર થવાની જાણકારી આપી છે. તેણે જણાવ્યું કે શાકિબની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. આવામાં આ સ્ટાર ખેલાડી હવે આખા વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. શાકિબ શ્રીલંકા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. વાસ્તવમાં, શાકિબને બેટિંગ દરમિયાન આ ફ્રેક્ચર થયું હતું.
બાંગ્લાદેશની ટીમ તેની છેલ્લી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે 11 નવેમ્બરે રમવાની છે. શાકિબ આમાં પણ રમી શકશે નહીં. મેચ બાદ શાકિબે કહ્યું હતું કે તેની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. બેટિંગ કરતી વખતે તેણે ટેપિંગ અને પેઈન કિલરની મદદથી બેટિંગ કરી હતી. મેચ બાદ શાકિબે દિલ્હીમાં એક્સ-રે કરાવ્યો હતો, જેમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું, હવે શાકિબને રિકવર માટે 3 થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે.
પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો કેપ્ટન શાકિબ અલ હસન
તમને જણાવી દઈએ કે શાકિબે શ્રીલંકા સામેની મેચમાં તોફાની બેટિંગ કરી હતી અને 65 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન શાકિબે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે શાકિબને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બોલિંગમાં શાકિબે 57 રનમાં 2 વિકેટો લીધી હતી. બાંગ્લાદેશે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.
🚨 JUST IN: Bangladesh's star player has been ruled out of their final #CWC23 match against Australia!
— ICC Cricket World Cup (@cricketworldcup) November 7, 2023
Details 👇https://t.co/FIVDnFxf2Q
હેલમેટના કારણે ટાઉમ આઉટ થયો હતો એન્જેલો મેથ્યૂઝ
બાંગ્લાદેશ સામેની મેચમાં શ્રીલંકાની ઈનિંગ દરમિયાન એન્જેલો મેથ્યૂસને 25મી ઓવરમાં ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેનન 'ટાઇમ આઉટ'નો શિકાર થયો હતો. આ 25મી ઓવર શાકિબે ફેંકી હતી, જેના બીજા બોલ પર સાદિરા સમરવિક્રમા આઉટ થઈ ગઈ હતી. આ પછી મેથ્યૂસ મેદાનમાં આવ્યો, પરંતુ પીચ પર પહોંચતા જ તેની હેલ્મેટ પહેરતી વખતે હેલમેટની પટ્ટી તૂટી ગઈ હતી.
ત્યારબાદ મેથ્યૂઝે તરત જ ડ્રેસિંગ રૂમ તરફ ઈશારો કર્યો અને બીજુ હેલ્મેટ માંગ્યુ હતુ, પરંતુ નઝમુલ હૂસૈન શાંતોની રિક્વેસ્ટ પર બોલર શાકિબ અલ હસને 'ટાઇમ આઉટ'ની અપીલ કરી, જેના પર મેદાન પરના એમ્પાયરે મેથ્યૂઝને 'ટાઇમ આઉટ' જાહેર કરી દીધો હતો. આ રીતે ઓવરનો આગલો બોલ ફેંકાય તે પહેલા જ મેથ્યૂઝ એકપણ બોલ રમ્યા વગર આઉટ થઈ ગયો હતો. આ રીતે બાંગ્લાદેશને એક જ બોલ પર બે વિકેટ મળી હતી.