Scandal: મહાદેવ સટ્ટાબાજી એપ વિવાદમાં આ સ્ટાર ક્રિકેટરની બહેન પણ સંડોવાઇ, આરોપીઓ સાથે હતુ સીધુ કનેક્શન
ગિરીશ તલરેજા અને સૂરજ ચોખાનીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓએ બાંગ્લાદેશમાં એક એપ - 11wicket.comમાં પણ રોકાણ કર્યું હતું
Shakib al Hasan Sister In Betting Scandal: તાજેતરમાં મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ ઘણી ચર્ચામાં હતી. હવે આ મામલે એક નવો એંગલ સામે આવી રહ્યો છે. વાસ્તવમાં બાંગ્લાદેશના દિગ્ગજ ક્રિકેટર શાકિબ અલ હસનની બહેનનું કનેક્શન સામે આવ્યું છે. આ કેસમાં ઈડીએ ગિરીશ તલરેજા અને સૂરજ ચોખાનીની ધરપકડ કરી હતી. ગિરીશ તલરેજા અને સૂરજ ચોખાની મહાદેવ એપના પ્રમોટર હરિશંકર ટિબ્રેવાલના નજીકના સહયોગી છે. બંને આરોપીઓએ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા કર્યા છે. આ પછી શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી શકે છે.
શાકિબ અલ હસનની બહેન જનતુલ હસન અને સૂરજ ચોખાનીના સંબંધો
હકીકતમાં, ગિરીશ તલરેજા અને સૂરજ ચોખાનીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેઓએ બાંગ્લાદેશમાં એક એપ - 11wicket.comમાં પણ રોકાણ કર્યું હતું. જેમાં તેની સહયોગી બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસનની બહેન જનાતુલ હસન છે. હવે એવું માનવામાં આવે છે કે આ ખુલાસા બાદ શાકિબ અલ હસનની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે શાકિબ અલ હસન સટ્ટાબાજીને લગતા વિવાદોમાં ફસાયા હોય. આ પહેલા ICCએ વર્ષ 2019માં શાકિબ અલ હસન પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે સમયે શાકિબ અલ હસન પર આરોપ હતો કે બુકીઓએ તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે આ અંગે ICCને જાણ કરી ન હતી.
નેપાળના ડેલ્ટિન કેસીનોમાં 40 કરોડ રૂપિયાનું રોકાણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સિવાય સૂરજ ચોખાનીએ નેપાળના ડેલ્ટિન કેસિનોમાં 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ કેસિનોમાં સૂરજ ચોખાનીનો મોટો હિસ્સો હતો. તપાસમાં ખુલાસો થયો કે તેમનું તમામ રોકાણ 'લોટસ 365' અને 'મહાદેવ બુક એપ'માંથી મળેલી ગેરકાયદેસર આવકમાંથી કરવામાં આવ્યું હતું. જો કે, આ દરમિયાન, બાંગ્લાદેશી ક્રિકેટર શાકિબ અલ હસનની બહેન જનાતુલ હસનના નામ સાથે આ મામલામાં એક નવો એંગલ સામે આવ્યો છે.