શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટોના પ્લાન ને દુબેના છગ્ગાથી ડરી ગયો પોલાર્ડ, ચાલુ ઓવરમાં જ કરવા લાગ્યો આવી હરકત....
26 વર્ષીય યુવા ખેલાડીએ 30 બૉલિંગ આક્રમક બેટિંગ કરીને 54 રન ફટકાર્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા
તિરુવનંતપુરમઃ રવિવારે વેસ્ટ ઇન્ડિઝ ટીમે ભારતીય ટીમને બીજી ટી20માં હાર આપી, પણ દિવસ ભારતના યુવા ઓલરાઉન્ડર શિવમ દુબેનો રહ્યો. 26 વર્ષીય યુવાએ મેચમાં કેટલાક એવા શૉટ્સ ફટકાર્યા જેનાથી કેરેબિયન ક્રિકેટરો ડરી ગયા હતા.
ખરેખરમાં એવુ છે કે, બીજી ટી20માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ પ્લાન અંતર્ગત કેએલ રાહુલની વિકેટ ગયા પછી શિવમ દુબેને મેદાન પર ઉતાર્યો હતો. આમ તો કેપ્ટન કોહલી પોતે જ વનડાઉન બેટિંગ કરવા પીચ પર આવે છે, આ મેચમાં કોહલીના પ્લાન પ્રમાણે શિવમ દુબે બેટિંગ કરવા આવ્યો હતો. તેને કેરેબિયન ક્રિકેટરો પર રીતસર નિર્દયતાથી પ્રહારો કર્યો હતો.
26 વર્ષીય યુવા ખેલાડીએ 30 બૉલિંગ આક્રમક બેટિંગ કરીને 54 રન ફટકાર્યા હતા. જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા.
જ્યારે ઇનિંગની 9મી ઓવર પોલાર્ડ કરી રહ્યો હતો ત્યારે શિવમ દુબેએ એકપછી એક તાબડતોડ છગ્ગાબાજી કરી દીધી, આ જોઇને ખુદ પોલાર્ડ પણ ડરી ગયો હતો, અને ચાલુ ઓવરમાં જ એક પછી એક વાઇડ બૉલ નાંખવા લાગ્યો હતો, પોલાર્ડે ત્રણ બૉલ વાઇડ નાંખીને શિવમ દુબેનું ધ્યાન ભટકાવાની કોશિશ કરી હતી.
નોંધનીય છે કે, તિરુવનંતપુરમની બીજી ટી20 મેચમાં વેસ્ટ ઇન્ડિઝે ટૉસ જીતીને ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યુ હતુ. ભારતે સારી બેટિંગ કરીને 170 રનનુ વિશાલ લક્ષ્ય આપ્યુ હતુ, જોકે, ખરાબ ફિલ્ડિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.
FIFTY!@IamShivamDube got promoted to No.3 in the batting order and he makes it count. He brings up his maiden T20I half-century off 27 deliveries ????????#INDvWI @Paytm pic.twitter.com/Ul2P18973n
— BCCI (@BCCI) December 8, 2019
Innings Break!
After being put to bat first, #TeamIndia post a total of 170/7 on the board. Updates - https://t.co/bYoPMmEa5C #INDvWI pic.twitter.com/ssHV2JeqeP — BCCI (@BCCI) December 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion