શોધખોળ કરો
Advertisement
શોએબ અખ્તરનો ખુલાસો- પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હિંદુ ખેલાડીઓનું થતું હતુ ઉત્પીડન
ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયે આ વીડિયો ટ્વિટ કર્યો છે
નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પાકિસ્તાન ટીમમાં રમી ચૂકેલા એક હિંદુ ખેલાડીને લઇને મોટો ખુલાસો કર્યો છે. એક ટીવી ચેટ શોમાં તેમણે કહ્યુ કે, પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયા હિંદુ હતો અને આ કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. અખ્તરે એક ચેટ શોમાં ખુલાસો કર્યો કે તે ટીમના ખેલાડી દાનિશ કનેરિયા સાથે કેમ જમતો નહોતો. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયે આ વીડિયો ટ્વિટ કર્યો છે.
શોએબ અખ્તરે આ વીડિયો એવા સમયમાં સામે આવ્યો છે જ્યારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. વાસ્તવમાં નાગરિકતા કાયદાને લઇને પ્રદર્શનકારીઓ દ્ધારા એ કહેવામાં આવી રહ્યું છે કે આ કાયદો ભારતના મુસલમાનો વિરુદ્ધ છે. જ્યારે સરકાર કહી ચૂકી છે આ કાયદો કોઇ ભારતીય નાગરિક વિરુદ્ધ નથી. આ કાયદો નાગરિકતા આપનારો છે. નાગરિકતા લેનારો નથી.
અખ્તરે કહ્યુ કે, મારા કરિયરમાં બે-ત્રણ લોકો સાથે ઝઘડો થયો હતો. જ્યારે તેમણે કરાંચી, પેશાવર અને પંજાબની વાત કરી તો મને ખૂબ ગરમી આવે છે. કોઇ હિંદુ છે તે રમશે. એ હિંદુએ ટેસ્ટ સીરિઝ જીતાડી. જેની સામે ચેટ શોમાં રહેતા ડોક્ટર રિયાઝે કહ્યું કે, દાનિશ કનેરિયા સીરિઝ જીતાડી. બાદમાં શોએબે કહ્યુ કે, કેટલાક ખેલાડીઓએ મને કહ્યુ કે, આ (દાનિશ)અહીંથી જમવાનું કેમ લઇ રહ્યો છે. મે તેને કહ્યું કે, હું તને ઉઠાવીને બહાર ફેંકી દઇશ. કેપ્ટન હોઇશ તું તારા ઘરનો. તે છ-છ વિકેટ લઇ રહ્યો છે. ઇગ્લેન્ડમાં દાનિશ અને શમીએ અમને સીરિઝ જીતાડી હતી. દાનિશ હિંદુ હતો એટલા માટે તેમની સાથે અન્યાય થયો હતો. કેટલાક પ્લેયર્સને એ વાતનો વિરોધ હતો કે તે અમારી સાથે કેમ જમવાનું જમે છે.If an international cricketer like Danish Kaneria is treated so badly for being a Hindu in Pakistan, one can only imagine the plight of ordinary non-Muslims in our Islamic neighbourhood. And if CAA gives them refuge in India, why should Muslims, Congress and Communist oppose it? https://t.co/Pgk7UDhuIg
— Amit Malviya (@amitmalviya) December 26, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement