શોધખોળ કરો

સદી ફટકારી Smriti Mandhana એ ઈતિહાસ રચ્યો, તોડી નાખ્યો આ મોટો રેકોર્ડ 

સ્મૃતિ મંધાનાએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ODI સદી ફટકારનાર ક્રિકેટર બની ગઈ છે.

Smriti Mandhana Most ODI Centuries Womens Cricket: સ્મૃતિ મંધાનાએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે ભારતીય મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ODI સદી ફટકારનાર ક્રિકેટર બની ગઈ છે. તેણે મહાન બેટ્સમેન મિતાલી રાજને પાછળ છોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. સ્મૃતિએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં 100 રનની ઇનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને શ્રેણી 2-1થી જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ODI મેચોમાં સ્મૃતિ મંધાનાની કારકિર્દીની આ આઠમી સદી હતી. સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં હવે માત્ર 6 ખેલાડી જ તેનાથી આગળ છે. સ્મૃતિ પહેલા, આ ભારતીય રેકોર્ડ મિતાલી રાજના નામે હતો, જેણે પોતાની 232 મેચોની વિશાળ કારકિર્દીમાં કુલ સાત સદી ફટકારી હતી. મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ખેલાડી મેગ લૈનિંગના નામે છે, જેણે પોતાની શાનદાર કારકિર્દીમાં 15 સદી ફટકારી હતી. લૈનિંગ 2023માં નિવૃત્તી લીધી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્મૃતિ મંધાનાની આ 10મી સદી હતી કારણ કે તેણીએ 7 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં બે સદીની ઇનિંગ્સ રમી છે. ODI ક્રિકેટમાં, સ્મૃતિ મંધાનાએ અત્યાર સુધી 88 મેચોમાં 3,690 રન બનાવ્યા છે, જેમાં તેના નામે 8 સદી અને 27 અડધી સદી પણ છે.

સ્મૃતિ મંધાનાના અન્ય રેકોર્ડ 

સ્મૃતિ મંધાના આ પહેલા ભારત માટે સૌથી ઝડપી 2,000 ODI રન બનાવનારી ખેલાડી છે. તેણે આ રેકોર્ડ 51 ઇનિંગ્સમાં બનાવ્યો અને સૌથી ઝડપી 3000 રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે છે. મંધાનાએ 76 ઇનિંગ્સમાં ત્રણ હજાર રનનો આંકડો પાર કર્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8,000 રન બનાવવાથી માત્ર 113 રન દૂર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર મિતાલી રાજ છે, જેણે તેની કારકિર્દીમાં ત્રણેય ફોર્મેટમાં કુલ 10,868 રન બનાવ્યા છે.          

ભારતે ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલાઓએ ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ રમતા 232 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 34 બોલ બાકી રહેતા મેચ અને સિરીઝ બંને જીતી લીધી હતી.                      

IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ

CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ

Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...

ABP Premium

વિડિઓઝ

U.S Deporting Indian Immigrants : અમેરિકાએ વધુ 119 ગેરકાયદે ભારતીયોને કર્યા ડિપોર્ટCBSE Board Exams 2025 : આજથી CBSE ધો.10 -12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભHun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Ranveer: બાપ રે! હવે બરાબરનો ભરાયો રણવીર, WWEના ખતરનાક રેસલરએ કહ્યું - જો મારી સામે આવ્યો તો...
Train Cancelled:  માર્ચમાં ટ્રેનમાં પ્રવાસ કરવાનો પ્લાન છે,તો જાણી લો ટ્રેન Marchમાં રેલવે કરી કેન્સલ

Prayagraj Accident: પ્રયાગરાજમાં બોલેરો-બસ વચ્ચે ટક્કર, મહાકુંભમાં જઈ રહેલા 10 શ્રદ્ધાળુઓના મોત, 19 ઘાયલ

PM Modi US visit: મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતમાં કોણે મારી બાજી ? જાણો શું કહ્યું વર્લ્ડ મીડિયાએ?

WPL 2025: પહેલી જ મેચમાં RCB એ રચ્યો ઇતિહાસ, ગુજરાતને 6 વિકેટથી હરાવી બનાવ્યો મહારેકોર્ડ

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.