IND W vs NZ W: ભારતે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, 2-1થી સીરીઝ જીતી કમાલ કર્યો
ભારતે ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલાઓએ ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે.
India Women wins ODI Series: ભારતે ત્રીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતીય મહિલાઓએ ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી છે. અમદાવાદમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ રમતા 232 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 34 બોલ બાકી રહેતા મેચ અને સિરીઝ બંને જીતી લીધી હતી. સ્મૃતિ મંધાનાએ ખરાબ ફોર્મનો સિલસિલો સમાપ્ત કરતા શાનદાર સદી ફટકારી હતી.
આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલિંગે શરૂઆતમાં કીવી ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે ન્યુઝીલેન્ડે 88 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, બ્રુક હૈલિડે અને ઇસાબૈલા ગેજ વચ્ચે 64 રનની ભાગીદારીથી મહેમાન ટીમે વાપસી કરી હતી. બ્રુકે 88 રનની ઇનિંગ રમી હતી, તેના સિવાય ન્યૂઝીલેન્ડ ટીમના અન્ય કોઈ ખેલાડી 40 રનનો આંકડો પણ સ્પર્શી શક્યા નહોતા. આ શ્રેણીમાં જમણા હાથની લેગ સ્પિન બોલિંગ કરનાર અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર પ્રિયા મિશ્રાએ 2 મહત્વની વિકેટ લીધી.
3rd ODI ✅
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏
Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe
સ્મૃતિ મંધાનાની શાનદાર સદી
સ્મૃતિ મંધાના T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકી ન હતી. તેણે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ બે વનડે મેચમાં કોઈ ખાસ ઇનિંગ્સ રમી ન હતી. પરંતુ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં તેણે 100 રન બનાવ્યા હતા. સ્મૃતિએ 122 બોલમાં 100 રન બનાવ્યા, આ દરમિયાન તેના બેટમાંથી 10 ચોગ્ગા પણ આવ્યા. સારા ફોર્મમાં પરત ફરવાના સંદર્ભમાં સ્મૃતિ માટે આ ઇનિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેના સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે 63 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 59 રને જીતી લીધી હતી. પરંતુ બીજા મુકાબલામાં ટીમ ઈન્ડિયાને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ભારતે છેલ્લી મેચ 6 વિકેટથી જીતીને શ્રેણી પર 2-1થી કબજો કર્યો હતો.
IND Vs NZ 3rd Test: કીવી સામે ત્રીજી ટેસ્ટ જીતવા ભારતની નવી રણનીતિ, પીચ માટે તૈયાર કર્યો આ ખાસ પ્લાન