Sourav Ganguly Birthday: જ્યારે 'દાદા'ની સાથે સચિને કરી હતી જોરદાર મસ્તી, ગાંગુલી સૂઇ ગયો હતો ને રૂમમાં..........
સચિને ગાંગુલી સાથે જોડાયેલો એક દિલચસ્પ કિસ્સો બતાવ્યો, તેને બતાવ્યુ કે, દોસ્તોની સાથે મળીને ગાંગુલીના રૂમમાં પાણી ભરી દીધુ હતુ, સચિનની સાથે આ દરમિયાન જતિન પ્રંજાપે અને કેદાર ગોડબોલે પણ હતા.
Sourav Ganguly Birthday Sachin Tendulkar Team India: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાની કેરિયરમાં કેટલીય યાદગાર ઇનિંગો રમી. તેને સચિન તેંદુલકરની સાથે મેચ જીતાઉં ઇનિંગો રમી છે. આ બન્ને દિગ્ગજ ખેલાડી વનેડમાં ઓપનર તરીકે કેટલીયવાર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. ખાસ વાત ચે કે આ બન્ને મેદાનની સાથે સાથે મેદાનની બહાર પણ સારી જોડીદાર કે દોસ્ત હતા. ગાંગુલી આજે પોતાનો 50મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ગાંગુલીનો જન્મ 8 જુલાઇ, 1972માં કોલકત્તાના બેહાલમાં થયો હતો. આજે સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર વાંચો તેનો રસપ્રદ કિસ્સો..........
ગાંગુલી અને સચિની દોસ્તી ખુબ ગાઢ હતી -
ગાંગુલી અને સચિનની દોસ્તી મેદાનની અંદર નહીં પરંતુ બહાર પણ ગાઢ રીતે હતી. એકવાર સચિને ગાંગુલીના રૂમમાં પાણી ભરી દીધુ હતુ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સચિને આ કિસ્સા પર વાત કરતા કહ્યું કે, અમે બન્ને સાથે સારો સમય વિતાવ્યો છે. અમે બન્ને અંડર-5ના દિવસોથી સાથે છીએ, આ જ કારણ છે કે અમારી દોસ્તી સારી છે.
સચિને ગાંગુલી સાથે જોડાયેલો એક દિલચસ્પ કિસ્સો બતાવ્યો, તેને બતાવ્યુ કે, દોસ્તોની સાથે મળીને ગાંગુલીના રૂમમાં પાણી ભરી દીધુ હતુ, સચિનની સાથે આ દરમિયાન જતિન પ્રંજાપે અને કેદાર ગોડબોલે પણ હતા. ગાંગુલી જ્યારે બપોરે સુઇ રહ્યો હતો, તે ત્યારે અમે ત્રણેયે તેના રૂમમાં પાણી ભરી દીધુ હતુ. આ જોઇને તે ચોંકી ગયો હતો. જોકે, ગાંગુલીને આ એ વાતની ખબર પડી ગઇ હતી કે આ કામ સચિને જતિન અને કેદારની સાથે મળીને કર્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 7212 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 16 સદી અને 35 ફિફ્ટી ફટકારી છે. ગાંગુલીનો સર્વશ્રેષ્ઠ સ્કૉર 239 રન રહ્યો છે. તેને 311 વનડે મેચો રમી છે અને આ દરમિયાન 11363 રન બનાવ્યા છે. ગાંગુલીએ આ ફોર્મેટમાં 22 સદી અને 72 ફિફ્ટી છે. ગાંગુલીનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કૉર 183 રન રહ્યો છે. તેને લિસ્ટ એ અને ફર્સ્ટ ક્લાસ મેચોમાં પણ કમાલ બતાવ્યો છે.
આ પણ વાંચો......
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે
IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો