IPLની વચ્ચે જ સાઉથ આફ્રિકાના આ ઘાતક ખેલાડી પર ICCએ લગાવ્યો 9 મહિનાનો બેન, જાણો કેમ
ઝૂબેર હમઝાએ પોતાના સસ્પેન્ડને સ્વીકાર કરી લીધો છે. હાલમાં તેના પર 22 માર્ચ 2022 થી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રહેશે.
Zubayr Hamza Suspended by ICC: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ડૉપિંગ નિરોધક નિયમોનુ ઉલ્લંઘન કરનારા દક્ષિણ આફ્રિકન બેટ્સમેન ઝૂબેર હમઝાને 9 મહિના સુધી ક્રિકેટ સાથે જોડાયેલી દરેક ગતિવિધિઓઓમાથી સસ્પેન્ડ કરી દીધો છે. ઝૂબેર હમઝાએ દક્ષિણ આફ્રિકાના પાર્લમાં 17 જાન્યુઆરી 2022એ ટૂર્નામેન્ટમાંથી ઇત્તર સેમ્પલ આપ્યા હતા, જેમાં પ્રતિબંધિત પદાર્થ ફૂરોસેમાઇડના અંશ નીકળ્યા હતા, જે વાડાની પ્રતિબંધિત કેટેગરીમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ઝૂબેર હમઝાએ પોતાના સસ્પેન્ડને સ્વીકાર કરી લીધો છે. હાલમાં તેના પર 22 માર્ચ 2022 થી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર 2022 સુધી ચાલુ રહેશે. આની સાથે જ 17 જાન્યુઆરીથી 22 માર્ચ 2022 સુધી તેનુ વ્યક્તિગત પ્રદર્શન અમાન્ય થઇ ગયુ છે.
આવી છે ઝૂબેર હમઝાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કેરિયર -
26 વર્ષનો ઝૂબેર હમઝા રાઇડ હેન્ડનો ટૉપ ઓર્ડર બેટ્સમેન છે, તેને જાન્યુઆરી 2019માં પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનુ ડેબ્યૂ કર્યુ હતુ. દક્ષિણ આફ્રિકા માટે ઝૂબેર હમઝાએ અત્યાર સુધી 6 ટેસ્ટ અને 1 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેને ટેસ્ટમાં 212 અને વનડેમાં 56 રન બનાવ્યા છે. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેના 30 રન કાપવામાં આવશે.
આ ઉપરાંત ઝૂબેર હમઝાએ 78 ફર્સ્લ ક્લાસ મેચોમાં 46.23 ની એવરેજથી 5271 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 13 સદી અને 26 ફિફ્ટી ફટકારી છે. આ ફોર્મેટમાં તેનો સર્વાધિક સ્કૉર 222 રન છે, વળી 57 લિસ્ટ એ મેચોમાં તેના નામે લગભગ 38 ની એવરેજથી 1853 રન છે, વળી 28 ટી20 મેચોમાં તેને 649 રન બનાવ્યા છે.
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી