SRH vs GT: ગુજરાત અને હૈદરાબાદ વચ્ચેની મેચ વરસાદને કારણે એકપણ બોલ ફેંક્યા વિના રદ
SRH vs GT IPL 2024 Live Score: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
Sunrisers Hyderabad vs Gujarat Titans: આઇપીએલ 2024માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતની છેલ્લી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, આજે પણ આ મેચ પર સંકટના વાદળો છવાયેલા છે.
ગુજરાત ટાઇટન્સ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આજની મેચ રદ થવાના કિસ્સામાં, તેને એક પોઈન્ટ મળશે, પરંતુ ટોપ-2માં પહોંચવાના દૃષ્ટિકોણથી SRH માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, સારી વાત એ છે કે જો મેચ રદ થાય છે, તો SRHને એક પોઈન્ટ મળશે, જેના કારણે ટીમ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. જો હૈદરાબાદ લીગ તબક્કામાં છેલ્લી મેચમાં હારી જાય તો પણ તેને ટોપ-4માંથી કોઈ બહાર કાઢી શકશે નહીં કારણ કે LSG, DC અને RCB આ ત્રણેય ટીમો 14 પોઈન્ટથી આગળ વધી શકશે નહીં.
હૈદરાબાદ અને ગુજરાત વચ્ચેની મેચ વરસાદને કારણે રદ
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. આ મેચ એકપણ બોલ ફેંક્યા વિના ધોવાઈ ગઈ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. આવી સ્થિતિમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 15 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો બહાર થઈ ગઈ છે. હૈદરાબાદ પહેલા કોલકાતા અને રાજસ્થાન પ્લેઓફમાં પહોંચી હતી.
હજુ પણ વરસાદ ચાલુ છે, મેચ રદ્દ થઈ શકે છે
હજુ પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા દોઢ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મેચ યોજવી ખૂબ જ મુશ્કેલ છે. એવું લાગે છે કે આ મેચ રદ થશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
8:30 પછી ઓવરો કપાશે
જો મેચ 8.30 વાગ્યા સુધી શરૂ નહીં થાય તો ઓવર કાપવાનું શરૂ થઈ જશે. વરસાદને જોતા લાગે છે કે આજની મેચ રદ્દ થશે. જો મેચ રદ્દ થશે તો સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી જશે.
ફરી વરસાદ શરૂ થયો
અચાનક ફરી વરસાદ શરૂ થયો છે. કવર્સને મેદાન પર પાછા લાવવામાં આવી રહ્યા છે. હવે ટોસમાં વધુ વિલંબ થઈ શકે છે. અત્યાર સુધી એવું લાગતું હતું કે થોડી વારમાં ટોસ થશે, કારણ કે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં આવીને પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. પરંતુ અચાનક ફરી વરસાદ પડ્યો હતો.
વરસાદને કારણે ટોસમાં વિલંબ
વરસાદને કારણે ટોસમાં વિલંબ થઈ રહ્યો છે. જો આ મેચ રદ્દ થશે તો હૈદરાબાદ પ્લે ઓફમાં પહોંચી જશે.
🚨 Update from Hyderabad 🚨
— IndianPremierLeague (@IPL) May 16, 2024
Toss has been delayed due to bad weather 🌧️
Stay tuned for further updates
Follow the Match ▶️ https://t.co/Hl2hTe2rVD#TATAIPL | #SRHvGT pic.twitter.com/rKc8I6QE2v