શોધખોળ કરો

INDW vs SLW: શ્રીલંકાએ ભારતને હરાવી ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો

India Wins Women Asia Cup 2024: શ્રીલંકાએ ભારતને હરાવીને મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતને 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

INDW vs SLW Women Asia Cup 2024: મહિલા એશિયા કપ 2024ની ફાઇનલમાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટથી હરાવ્યું છે. ભારત આઠમી વખત એશિયા કપ જીતવાનું ચૂકી ગયું છે અને ઈતિહાસમાં આ માત્ર બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગઈ હોય. ભારતે આ મેચમાં પ્રથમ રમતા 165 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં શ્રીલંકાની ટીમે 8 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી હતી અને પ્રથમ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમાએ અડધી સદીની ઇનિંગ્સ રમી અને શ્રીલંકાની ઐતિહાસિક જીતમાં મોટો ફાળો આપ્યો. ભારત તરફથી એકમાત્ર બોલર દીપ્તિ શર્માએ વિકેટ લીધી હતી.

મેચ એક્સ્ટેંશન

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી સૌથી વધુ રન ઓપનર સ્મૃતિ મંધાનાએ બનાવ્યા, જેણે 47 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું. જોકે, કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ ખાસ કરી શકી ન હતી, તેણે પોતાના બેટથી માત્ર 11 રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી 6 ઓવરમાં જેમિમાહ રોડ્રિગ્ઝ અને રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી અને ટીમનો સ્કોર 160 રનથી આગળ લઈ ગયો. રોડ્રિગ્ઝે 16 બોલમાં 29 રન બનાવ્યા અને રિચા ઘોષે 14 બોલમાં 40 રનની કેમિયો ઈનિંગ રમીને ભારતનો સ્કોર 165 સુધી પહોંચાડ્યો.

લક્ષ્યનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી કારણ કે વિશ્મી ગુણારત્ને માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ તે પછી કેપ્ટન ચમારી અટાપટ્ટુ અને હર્ષિતા સમરવિક્રમા વચ્ચે 87 રનની શાનદાર ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ અટાપટ્ટુ 61 રનના સ્કોર પર દીપ્તિ શર્મા દ્વારા ક્લીન બોલ્ડ થઈ ગઈ હતી. તે પછી, હર્ષિતા એક છેડેથી ક્રિઝ પર રહી અને તેને કવિશા દિલહારીએ ટેકો આપ્યો, જેણે 16 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી. બીજી તરફ હર્ષિતાએ 51 બોલમાં 69 રનની ઈનિંગ રમીને શ્રીલંકાને 8 વિકેટે જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારત આઠમા ટાઇટલથી ચુકી ગયું

મહિલા એશિયા કપની શરૂઆત 2004માં થઈ હતી અને તેની નવમી આવૃત્તિ આ વર્ષે રમાઈ હતી. ભારતીય ટીમ અત્યાર સુધી યોજાયેલી તમામ મહિલા એશિયા કપ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે, પરંતુ અત્યાર સુધી તેને માત્ર એક જ પ્રસંગે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત 2018માં ફાઇનલમાં બાંગ્લાદેશ સામે હારી ગયું હતું અને હવે શ્રીલંકા મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતને હરાવનારી બીજી ટીમ બની ગઈ છે. 2022ની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું હતું, પરંતુ હવે શ્રીલંકાની ટીમે ભારતને એ જ અંતરથી હરાવીને તેનો બદલો પૂરો કરી લીધો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget