IND vs WI 1st T20: ઓપનિંગમાં ફ્લોપ રહ્યો સૂર્યકુમાર યાદવ, પરંતુ આ તોફાની શૉટે લૂંટી મહેફિલ, Video
બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 68 રને હરાવ્યું હતું
બ્રાયન લારા ક્રિકેટ એકેડમીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 68 રને હરાવ્યું હતું. આ મેચમાં સૂર્યકુમાર યાદવને ઓપનિંગ કરવાની તક મળી હતી. જો કે, સૂર્યા ઓપનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 24 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સૂર્યકુમાર યાદવને સ્પિન બોલર અકીલ હુસૈનને જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
#SuryakumarYadav start with his own way #surya #rohit #INDvsWIt20 #six pic.twitter.com/qUGJPNprtN
— cricket_lover♥️ (@cricket_lover55) July 29, 2022
સૂર્યકુમારે ડેબ્યૂ મેચ રમી રહેલા અલઝારી જોસેફના બોલ પર આ સિક્સર ફટકારી હતી. જોસેફે ઇનિંગની ચોથી ઓવરના બીજો બોલ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો, જેના પર સૂર્યકુમાર યાદવે ફાઇન લેગ પર આ અનોખો શોટ ફટકાર્યો હતો. સૂર્યકુમારના શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યકુમાર યાદવનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
સૂર્યકુમાર યાદવ વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં વધુ કંઈ કરી શક્યો ન હતો અને તે ત્રણ મેચમાં માત્ર 30 રન જ બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવે 20 ટી-20 મેચમાં 37.40ની એવરેજથી 561 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. વન-ડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે 13 મેચમાં 34ની એવરેજથી 340 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે.
વેસ્ટ ઇન્ડિઝને 191 રનનો ટાર્ગેટ મળ્યો હતો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 190 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 64 રનની ધમાકેદાર ઇનિંગ રમી જેમાં તેણે સાત ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. બીજી તરફ દિનેશ કાર્તિકે પણ છેલ્લી ઓવરોમાં 19 બોલમાં અણનમ 41 રનની ઇનિંગ રમી હતી. કાર્તિકે ચાર ફોર અને બે સિક્સ ફટકારી હતી.
મેચમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઓબેદ મેકકોય, જેસન હોલ્ડર, અકીલ હુસેન અને કીમો પોલે એક-એક વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 68 રનના મોટા અંતરથી જીતી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર 122 રન જ બનાવી શકી હતી.