શોધખોળ કરો

Watch: 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે સીરીઝ જીતતાં જ રોહિતની પીઠ થપથપાવવા લાગ્યો વિરાટ, આ રીતે મનાવ્યો જીતનો જશ્ન

ખાસ વાત છે કે, ઘણા સમય બાદ ફોર્મમાં પર ફરેલા વિરાટે નિર્ણાયક મેચમાં 48 બૉલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.  

Rohit Sharma and Virat Kohli: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 2-0થી માત આપીને સીરીઝ પોતાના નામે કરી લીધી હતી. ભારતે નિર્ણાયક મેચમાં જીત હાંસલ કરતાં જ ઓસ્ટ્રેલિયા સામે 9 વર્ષે સીરીઝમાં જીત મેળવી હતી. આ જીત ભારતીય ટીમ માટે ખુબ મહત્વની હતી અને તેનો જશ્ન પણ રોહિત અને વિરાટે જ શરૂ કર્યો હતો. છેલ્લા બે બૉલમાં ચાર રનની જરૂર હતી, અને હાર્દિક પંડ્યાએ ચોગ્ગા ફટકારીને જીત અપાવી, આ સાથે જ બાઉન્ડ્રી પર બેસેલા વિરાટે (Virat Kohli) રોહિતની (Rohit Sharma) પીઠ થપથપાવીને ખાસ અંદાજમાં જીતનો જશ્ન મનાવ્યો હતો, આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

વીડિયોમાં જોઇ શકાય છે કે, હાર્દિક પંડ્યાએ જેવો વિજયી ચોગ્ગો ફટકાર્યો, એવો જ સૌથી પહેલા વિરાટ કોહલી સીડીઓ પરથી ઉઠીને રોહિત શર્માના પગ થપથપાવવા લાગ્યો અને બાદમાં રોહિતે પણ કોહલીને ગળે લગાવી દીધો હતો. રોહિતે વિરાટને શાબાશી આપી હતી. આ સેલિબ્રેશન ખાસ હતુ. ભારતીય ફેન્સ બન્નેની કેમેસ્ટ્રીને જોઇને ખુશ થઇ ગયા હતા. ખાસ વાત છે કે, ઘણા સમય બાદ ફોર્મમાં પર ફરેલા વિરાટે નિર્ણાયક મેચમાં 48 બૉલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.  

IND vs AUS: ત્રીજી ટી20માં ટીમ ઈન્ડિયાએ બાજી મારી, 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે જીતી સીરીઝ
India vs Australia 3rd T20: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 63 રનની ઇનિંગ રમી હતી.

સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીની અર્ધસદી અને બંને વચ્ચેની સદીની ભાગીદારીને કારણે ભારતે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવીને ત્રણ મેચની T20I શ્રેણી 2-1થી જીતી લીધી.

ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે સૂર્યકુમાર (36 બોલમાં 69 રન, પાંચ સિક્સ, પાંચ ફોર) અને વિરાટ કોહલી (48 બોલમાં 63 રન, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. એક બોલ બાકી રહેતા ચાર વિકેટે 187 રનની ભાગીદારીની મદદથી જીત મેળવી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યાએ પણ અણનમ 25 રનની ઇનિંગ રમી હતી.

અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ (27 બોલમાં 54 રન, ચાર છગ્ગા, બે ચોગ્ગા) અને કેમેરોન ગ્રીન (21 બોલમાં 52 રન, સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા)ની અડધી સદીની મદદથી સાત વિકેટે 186 રન બનાવ્યા હતા. ડેવિડે ડેનિયલ સેમ્સ (20 બોલમાં અણનમ 28, બે સિક્સર, એક ફોર) સાથે સાતમી વિકેટ માટે 68 રન જોડીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

લક્ષ્યનો પીછો કરતા ભારતે પ્રથમ ઓવરમાં જ કેએલ રાહુલ (01)ની વિકેટ ગુમાવી દીધી હતી, જે સેમ્સના બોલ પર વિકેટકીપર મેથ્યુ વેડના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્મા (17)એ જોશ હેઝલવુડ પર ઇનિંગની પ્રથમ છગ્ગો ફટકારી હતી. તેણે વિરોધી ટીમના કેપ્ટન પેટ કમિન્સને ચોગ્ગા સાથે આવકાર્યો હતો, પરંતુ તે જ ઓવરમાં તે સિક્સર મારવાના પ્રયાસમાં સેમ્સના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યારબાદ કોહલી અને સૂર્યકુમારે દાવને આગળ વધાર્યો હતો. સૂર્યકુમારે કમિન્સની બોલિંગમાં ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું જ્યારે કોહલીએ હેઝલવુડની સળંગ બોલમાં સિક્સર અને ફોર ફટકારી. પાવર પ્લેમાં ભારતે બે વિકેટે 50 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Embed widget