T20 WC 2022 Semifinals: પહેલી સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે પાકિસ્તાન, જાણો ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ
ન્યૂઝીલેન્ડે જ્યાં ગૃપ 1માં ટૉપ પર રહેતા સેમિ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. વળી, પાકિસ્તાનની ટીમ ગૃપ 2માં બીજા નંબર પર રહેતા અંતિમ ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.
Pakistan vs New Zealand Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની પહેલી સેમિ ફાઇનલમાં પાકિસ્તાન (Pakistan)નો સામનો ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે થશે. ન્યૂઝીલેન્ડે જ્યાં ગૃપ 1માં ટૉપ પર રહેતા સેમિ ફાઇનલમાં એન્ટ્રી મારી છે. વળી, પાકિસ્તાનની ટીમ ગૃપ 2માં બીજા નંબર પર રહેતા અંતિમ ચારમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. આમાં પાકિસ્તાનને ભાગ્યનો સાથ મળ્યો છે.
ક્યારે ને ક્યાં રમાશે પહેલી સેમિ ફાઇનલ મેચ ?
ન્યૂઝીલેનડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બર, (બુધવાર)એ બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે. આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમં મેચ ના થઇ શકે તો તે આગાળની દિવસ માટે જશે. એટલે સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામા આવ્યો છે.
ક્યાં જોઇ શકાશે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ?
ભારતમાં ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર આ સેમિ ફાઇનલ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.
Adelaide ✈️ Sydney #WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/uyncm4WPjJ
— Pakistan Cricket (@TheRealPCB) November 7, 2022
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ ?
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અત્યાર સુધી 28 ટી20 મેચો રમાઇ છે, આમાં પાકિસ્તાને 17 મેચો જીતી છે અને ન્યૂઝીલેન્ડના ભાગે 11 મેચો જીત માટે આવી છે. એટલે કે ઓવરઓલ જોઇએ તો ટી20માં પાકિસ્તાની ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેના જ ઘરઆંગણે માત આપી હતી. પાકિસ્તાને ટી20 વર્લ્ડકપની ઠીક પહેલા ન્યૂઝીલેન્ડને ટ્રાઇ સીરીઝની ફાઇનલમાં હરાવ્યુ હતુ.
ડીડી સ્પોર્ટ્સ પર નોકઆઉટ મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ ઉપરાંત ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડની સેમીફાઈનલ મેચ જોઈ શકશે.