England T20 WC Squad: ઇંગ્લેન્ડે ટી20 વર્લ્ડકપ 2024 માટે જાહેર કરી ટીમ, બટલરને મળી કેપ્ટનશીપ
ઈંગ્લેન્ડે ટીમની કેપ્ટનશીપ બટલરને સોંપી દીધી છે. તે ખતરનાક ફોર્મમાં છે. બટલરે IPL 2024ની 8 મેચમાં 319 રન બનાવ્યા છે
T20 World Cup 2024 Squad: આઇસીસી ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2024 આગામી દિવસોમાં શરૂ થઇ રહ્યો છે. હવે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડકપ 2024 માટે પ્રારંભિક ટીમની જાહેરાત કરી છે. આ સાથે બોર્ડે પાકિસ્તાન સામેની ટી-20 સીરીઝ માટે પણ આ ખેલાડીઓની પસંદગી કરી છે. 1 જૂનથી T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. જોસ બટલરને ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ મળી છે. બટલર હાલમાં IPL 2024માં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમી રહ્યો છે. તે ફોર્મમાં છે અને વિસ્ફોટક બેટિંગ પણ કરી રહ્યો છે.
ઈંગ્લેન્ડે ટીમની કેપ્ટનશીપ બટલરને સોંપી દીધી છે. તે ખતરનાક ફોર્મમાં છે. બટલરે IPL 2024ની 8 મેચમાં 319 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી ફટકારી છે. બટલરની સાથે મોઈન અલી અને જોફ્રા આર્ચરને પણ સ્થાન મળ્યું છે. આર્ચર લાંબા સમયથી ઈંગ્લેન્ડની ટીમની બહાર હતો. ઈજાના કારણે તે મેદાનથી દૂર હતો, પરંતુ હવે તેઓએ પુનરાગમન કર્યું છે.
ઈંગ્લેન્ડે વિસ્ફોટક બેટ્સમેન ફિલિપ સૉલ્ટને પણ ટીમમાં સામેલ કર્યો છે. વિલ જેક્સ અને જૉની બેયરર્સ્ટો પણ ટી20 વર્લ્ડકપ 2024માં રમતો જોવા મળશે. બોર્ડે હેરી બ્રૂક અને લિયામ લિવિંગસ્ટોન પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઈંગ્લેન્ડનું બોલિંગ આક્રમણ પણ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. માર્ક વૂડ, રીસે ટોપલી અને આદિલ રાશિદ ટીમનો ભાગ છે.
સૉલ્ટની વાત કરીએ તો તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. તેણે આ વર્ષે 2024ની 9 મેચમાં 392 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે. આ સિઝનમાં સૉલ્ટનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 89 રહ્યો છે. વિલ જેક્સે પણ સારું પ્રદર્શન કર્યું છે.
T20 વર્લ્ડકપ 2024 માટે ઈંગ્લેન્ડની ટીમ -
જૉસ બટલર (કેપ્ટન), મોઈન અલી (વાઈસ-કેપ્ટન), ફિલ સૉલ્ટ, વિલ જેક્સ, જૉની બેયર્સ્ટો, હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટૉન, સેમ કરન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, માર્ક વુડ, રીસે ટોપલી, આદિલ રશીદ, ટોમ હાર્ટલી, બેન ડકેટ.