શોધખોળ કરો

IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત

ભારતે 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું.  ટીમ ઇન્ડિયા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે.

IND vs ENG Semi Final: ભારતે 2026 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું.  ટીમ ઇન્ડિયા હવે ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. સેમિફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ફક્ત 246 રન જ બનાવી શક્યું હતું. ભારતે સેમિફાઇનલ 7 રનથી જીતી લીધી હતી. 

ઇંગ્લેન્ડ માટે જેકબ બેથેલે 48 બોલમાં 105 રન બનાવ્યા હતા, પરંતુ તે ઇંગ્લેન્ડને જીત અપાવી શક્યો નહીં.  ઇંગ્લેન્ડે મેચમાં જોરદાર લડત આપી હતી, પરંતુ જસપ્રીત બુમરાહે 16મી ઓવરમાં 8 રન અને 18મી ઓવરમાં 6 રન આપીને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી દીધી હતી. 

સંજુ સેમસનની તોફાની અડધી સદી

સંજુ સેમસનની શાનદાર બેટિંગ અને ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત રનથી હરાવ્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.  સેમસનની તોફાની અડધી સદી (89 રન) ની મદદથી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 253 રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 246 રન જ બનાવી શકી. તેમના તરફથી જેકબ બેથેલે 105 રન બનાવ્યા. આ દરમિયાન, ભારત તરફથી હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.

બે ઓવરે મેચ પલટી  નાખી

254 રનના રેકોર્ડ લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે 17  ઓવરમાં 209 રન બનાવ્યા હતા. તેમને છેલ્લી ત્રણ ઓવરમાં 45  રનની જરૂર હતી. જેકબ બેથેલ અને સેમ કરન તૈયાર હતા અને ઇંગ્લેન્ડનો વિજય સંપૂર્ણપણે શક્ય લાગતો હતો.

આ દરમિયાન, 18 મી ઓવરમાં  જસપ્રીત બુમરાહ તેના સ્પેલની છેલ્લી ઓવર નાખવા આવ્યો. તેણે ફક્ત છ રન આપ્યા  અને ત્યાંથી  મેચ ભારતના પક્ષમાં થઈ ગઈ. હવે બધાની નજર હાર્દિક પંડ્યા પર હતી. 19 મી ઓવરમાં હાર્દિક શાનદાર બોલિંગ કરી અને વિકેટ મેળવી. 19મી ઓવરમાં હાર્દિકે 9 રન આપ્યા હતા. ભારતીય બોલરોએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget