T20 World Cup: પાકિસ્તાનના આ પૂર્વ દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી, ટી-20 વર્લ્ડકપમાં ભારતને પછાડશે પાકિસ્તાન
IND vs PAK : ટી-20 વર્લ્ડકપમાં સૌની નજર ભારત અને પાકિસ્તાનના 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલા પર છે.
T20 World Cup, IND vs PAK : IPL 2021ની સમાપ્તિ બાદ તરત જ ટી20 વર્લ્ડકપની શરૂઆત થશે. જેમાં સૌની નજર ભારત અને પાકિસ્તાનના 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલા પર છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે પાકિસ્તાનની ટીમ કેવી રીતે હરાવી શકે છે તે અંગે સલાહ આપી છે.
વર્લ્ડકપમાં ક્યારથી થાય છે ભારત-પાકિસ્તાનની ટક્કર
ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને શું કહ્યું
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે આ મુકાબલાને લઈ પોતાના દેશના એક મીડિયા ગ્રૂપ સાથે વાત કરતાં કહ્યું, જે ખેલાડી હંમેશા સારો દેખાવ કરતા હોય તે દરેક મેચમાં સારું જ પ્રદર્શન કરે તો જરૂરી નથી. 64 વર્ષીય મિયાંદારે કહ્યું, આ હાઇ પ્રોફાઇલ મેચમાં જો પાકિસ્તાન ભારતને હરાવવા ઈચ્છે છે તો ખેલાડીઓની સાતત્યતા ખૂબ જરૂરી છે.
બંને ટીમો વર્લ્ડકપ અભિયાન શરૂ કરતા પહેલા ગ્રુપ એની બે અન્ય ટીમો સામે બે-બે પ્રેક્ટિસ મેચ રમશે. પાકિસ્તાન આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે પોતાની અભ્યાસ મેચ રમશે, જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે મેચ રમશે.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડબાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર