શોધખોળ કરો

T20 World Cup: આ પાકિસ્તાન બોલર પહેલા ભારતને નડ્યો, હવે સ્પીડનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ બનાવ્યો

રઉફે આ મામલે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેની બરાબરી કરી લીધી છે.

2009માં T20 વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ યુએઈમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે પાંચ વિકેટે જીત મેળવી હતી, જે ટૂર્નામેન્ટમાં તેમની સતત ત્રીજી જીત છે. આ જીત સાથે ટીમનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. આ મેચમાં અફઘાનિસ્તાનની ઈનિંગ દરમિયાન પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફે એક એવો બોલ ફેંક્યો જેણે એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે અફઘાનિસ્તાનની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી, જે ટૂર્નામેન્ટની સંયુક્ત સૌથી ઝડપી બોલિંગ છે.

રઉફે આ મામલે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેની બરાબરી કરી લીધી છે. તેની પહેલા નોર્ટજે પણ આ જ ઝડપે બોલિંગ કરી ચૂક્યો છે. રઉફ અને અન્ય પાકિસ્તાની બોલરોની શાનદાર બોલિંગને કારણે અફઘાનિસ્તાને પાવરપ્લેમાં 49 રનમાં તેના ચાર મુખ્ય ખેલાડીઓ ગુમાવ્યા હતા. રઉફે આ મેચમાં અસગર અફઘાનની સાત બોલની ઇનિંગ્સનો તેના જ બોલ પર કેચ લઈને ખતમ કરી દીધો હતો. જોકે, અફઘાનિસ્તાન સુકાની મોહમ્મદ નબી અને ગુલબદ્દીન નાયબ વચ્ચે સાતમી વિકેટ માટે 45 બોલમાં 71 રનની અણનમ ભાગીદારી નોંધાવીને છ વિકેટે 147 રન બનાવી શક્યું હતું.

સતત ત્રીજી મેચમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી અને મોહમ્મદ રિઝવાન માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન બાબર આઝમ અને ફખર ઝમાન વચ્ચે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી થઈ હતી. આ બંનેની મદદથી પાકિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં એક વિકેટે 72 રન હતો અને તેણે આગામી 60 બોલમાં 76 રન બનાવવાના હતા. ટીમ માટે કેપ્ટન બાબરે સૌથી વધુ 51 રનની ઇનિંગ રમી હતી જ્યારે ફખર 30 અને આસિફ અલીએ માત્ર 7 બોલમાં ચાર સિક્સરની મદદથી અણનમ 25 રન બનાવ્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી

ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ

શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર

ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ

રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી

Embed widget