શોધખોળ કરો
ટીમમાં ક્યારે વાપસી કરશો ? ધોનીએ આપ્યો આવો જવાબ, જાણો વિગત
આ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આઈપીએલ સુધી રાહ જોવો. જ્યારે પસંદગીકર્તા એમએસકે પ્રસાદે કહ્યું કે, ધોની આગળનું વિચારી રહ્યો છે. બુધવારે ધોનીએ જવાબ આપીને બધું સ્પષ્ટ કરી દીધું છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે વાપસી કરશે તેના પર સૌની નજર મંડાયેલી છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ધોનીને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યાં સુધી ક્રિકેટથી બહાર રહેશો ? જેના જવાબમાં તેણે કહ્યું, જાન્યુઆરી સુધી પૂછતાં જ નહીં. આ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, આઈપીએલ સુધી રાહ જોવો. જ્યારે પસંદગીકર્તા એમએસકે પ્રસાદે કહ્યું કે, ધોની આગળનું વિચારી રહ્યો છે. બુધવારે ધોનીએ જવાબ આપીને બધું સ્પષ્ટ કરી દીધું છે. 38 વર્ષીય ધોની વર્લ્ડકપ સેમી ફાઇનલમાં ભારતની હાર બાદ એકપણ મેચ રમ્યો નથી. વર્લ્ડકપ બાદ જ તેની નિવૃત્તિની અટકળો ચાલતી હતી. પરંતુ હજુ સુધી તેણે મગનું નામ મરી પાડ્યું નથી. ઉદ્ધવ ઠાકરેના CM પદના શપથ પહેલા શિવસેનાએ પોસ્ટર કર્યું જાહેર, લખ્યું- કાલે સાકાર થશે બાલાસાહેબનું સપનું ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહની તૈયારી શરૂ, જાણો કોને કોને પાઠવવામાં આવ્યું છે આમંત્રણ
વધુ વાંચો




















