શોધખોળ કરો
Advertisement
ઉદ્ધવ ઠાકરેના CM પદના શપથ પહેલા શિવસેનાએ પોસ્ટર કર્યું જાહેર, લખ્યું- કાલે સાકાર થશે બાલાસાહેબનું સપનું
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહને લઈ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, તમામનું સ્વાગત છે. જુઓ બાલા સાહેબનું સપનું સાકાર થઈ રહ્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થઈ જવા રહી છે. શિવેસના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં આવતીકાલે સરકાર બનાવશે. મહા વિકાસ અઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શપથગ્રહણ કાર્યક્રમ મુંબઈના શિવાજી પાર્કમાં યોજાશે.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહને લઈ એક પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે, તમામનું સ્વાગત છે. જુઓ બાલા સાહેબનું સપનું સાકાર થઈ રહ્યું છે. તેમાં ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેનો પણ ફોટો છે.
બારામતીમાં એનસીપીના કાર્યકર્તાઓએ અજીત પવારનું પોસ્ટર લગાવ્યું છે. જેમાં લખ્યું છે, હવે આપણે નક્કી કરવું જોઈએ કે તમે શું કરશો અને શું નહીં. સમગ્ર મહારાષ્ટ્ર તમને ભાવી મુખ્યમંત્રીના રૂપમાં જોઈ રહ્યું છે.
Maharashtra: Poster of Ajit Pawar put up in Baramati by Nationalist Congress Party (NCP) workers. Poster states "...let us decide now what you should or should not do. Whole Maharashtra is looking towards you as a future Chief Minister". pic.twitter.com/zc46JQ7Pwy
— ANI (@ANI) November 27, 2019
ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો પહેલાથી પ્રભાવ રહ્યો છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે સીએમની ખુરશી પર બેસનારા ઠાકરે પરિવારના પ્રથમ સભ્ય હશે. હાલ તેઓ ન તો ધારાસબ્ય છે કે ન તો વિધાન પરિષદના સભ્ય. તેમણે અત્યાર સુધીમાં ક્યારેય ચૂંટણી પણ નથી લડી. પરંતુ આગામી છ મહિનામાં તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે. મંગળવારે ઠાકરેને શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા. જે બાદ તેમણે કહ્યું, મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મુખ્યમંત્રી બનીશ.
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહની તૈયારી શરૂ, જાણો કોને કોને પાઠવવામાં આવ્યું છે આમંત્રણ
ગુજરાત સરકારે 2014થી કરેલી ભરતીના આંકડા કર્યા જાહેર, જાણો કયા વિભાગમાં કેટલા લોકોને મળી નોકરી
અમિત શાહનો શરદ પવાર અને સોનિયા ગાંધીને પડકાર, કહ્યું- એક વખત બોલીને જુઓ કે CM…..
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion