BCCIનો મોટો નિર્ણય, એશિયન ગેમ્સમાં ભાગ લેશે મહિલા-પુરુષ ક્રિકેટ ટીમ, રોહિતની જગ્યાએ બહાર બેસેલા ખેલાડીને બનાવાશે કેપ્ટન ?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે પુષ્ટિ કરી કે ચીનના હાંગઝૂમાં રમાનારી 2023 એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો ભાગ લેશે.
Team India in Asian Games 2023: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડ બીસીસીઆઇએ આ વખતે એક મોટો નિર્ણય લીધો છે. બીસીસીઆઇએ સપ્ટેમ્બર 2023માં ચીનના હાંગઝૂ (Asian Games 2023 Hangzhou)માં રમાનારી એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા બન્ને ટીમોને મોકલવાનું એલાન કર્યુ છે. આ વાતની પુષ્ટી BCCIએ ટ્વીટ કરીને આપી છે. વળી, એશિયન ગેમ્સનું શિડ્યૂલ ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 સાથે ઓવરલેપ થઈ રહ્યું છે. આ ઓવરલેપને જોતાં BCCI વર્લ્ડકપમાં ભાગ ના લેનારા ખેલાડીઓ સિવાય એશિયન ગેમ્સમાં રમવા માટે અલગ જ ટીમની પસંદગી કરશે. આવુ પહેલીવાર બનશે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શુક્રવારે પુષ્ટિ કરી કે ચીનના હાંગઝૂમાં રમાનારી 2023 એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમો ભાગ લેશે. એશિયન ગેમ્સ આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન રમાવવાની છે. ભારત પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ માટે ટીમો મોકલશે. વળી, વનડે વર્લ્ડકપ પણ ભારતમાં 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, તેથી અન્ય ખેલાડીઓ આ ટીમમાં રમવા જઈ શકે છે.
એશિયન ગેમ્સમાં ક્રિકેટનો બે વખત સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ 2018માં જકાર્તામાં છેલ્લીવાર યોજવામાં આવી હતી ત્યારે આે સમાવેશ કરવામાં આવ્યો ના હતો. ટી20 ફોર્મેટમાં ક્રિકેટ હાંગઝૂમાં રમાશે.
શું શિખર ધવન બનશે કેપ્ટન ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન એશિયન ગેમ્સ 2022માં ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. સાથે જ NCA ચીફ વીવીએસ લક્ષ્મણને કૉચિંગની જવાબદારી મળી શકે છે. બીસીસીઆઈએ આ ઈવેન્ટમાં પુરૂષ અને મહિલા બંને ટીમો મોકલવા માટે સંમતિ દર્શાવી હતી. જોકે, એશિયન ગેમ્સની તારીખો વનડે વર્લ્ડકપ (ઓક્ટોબર 5-નવેમ્બર 19) સાથે મેચ થઇ રહી છે, જેના કારણે પુરુષોની સ્પર્ધામાં બીજા દરજ્જાની ટીમ ચીન જશે. મહિલા વિભાગમાં સંપૂર્ણ તાકાતની ટીમ મોકલવામાં આવશે. જો ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જાયસ્વાલ જેવા ખેલાડીઓને વર્લ્ડકપની ટીમમાં પસંદ કરવામાં નહીં આવે તો તેમને પણ એશિયન ગેમ્સમાં રમવાની તક મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયન ગેમ્સ યોજાવાની હતી, પરંતુ તે મોકૂફ રાખવામાં આવી હતી. કોરોનાને કારણે એશિયન ગેમ્સ સ્થગિત કરવામાં આવી હતી. 19મી એશિયન ગેમ્સ ગયા વર્ષે 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી, પરંતુ ચીનમાં કોરોનાની શરૂઆત પછી તેને રદ કરવામાં આવી હતી. ચીનમાં ત્રીજી વખત આ ગેમ્સ યોજાઈ રહી છે. ચીનની રાજધાની બેઇજિંગે વર્ષ 1990માં એશિયન ગેમ્સનું આયોજન કર્યું હતું, જ્યારે એશિયન ગેમ્સ વર્ષ 2010માં ગુઆંગઝૂમાં રમાઈ હતી.