શોધખોળ કરો

Hardik Pandya ના ચાહકો માટે ખરાબ સમાચાર, કઈ ટ્રોફીમાંથી ખસી ગયો ? કેમ 'રીહેબ' સેન્ટરમાં કાઢવો પડશે સમય ?

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી 3 મેચોની ટી-20 સિરીઝમાં હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી ન હતી.

Hardik Pandya Fitness Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થઈ રહેલી સ્થાનિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2021-22માં રમવાનો ઇનકાર કરી દીધો છે. આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) એ પંડ્યાને આ ટ્રોફીમાં ભાગ લેવા માટે એક ઈમેલ મોકલ્યો હતો, જેના જવાબમાં પંડ્યાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે પસંદગી માટે ઉપલબ્ધ નથી. જ્યારે હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા બરોડા ક્રિકેટ ટીમના કેમ્પમાં જોડાઈ ગયો છે અને તે આ ટુર્નામેન્ટમાં ભાગ લેતો જોવા મળશે. ચાલો જાણીએ કે શા માટે પંડ્યાએ આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.

ફિટનેસ માટેનું કારણ

હાર્દિક પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને કહ્યું કે તે આ દિવસોમાં મુંબઈમાં રિહેબ કરી રહ્યો છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે લાંબા સમયથી બોલિંગ કરી શક્યો નથી. ફિટનેસના કારણે તેણે IPL 2021માં બોલિંગ કરી ન હતી. T20 વર્લ્ડ કપની માત્ર થોડી જ મેચોમાં તે બોલિંગ કરવા આવ્યો હતો અને પ્રભાવિત કરી શક્યો નહોતો. આ કારણે ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા પણ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હાર્દિક આ દિવસોમાં બોલિંગની લયમાં પાછા આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે, જેથી ભારતીય ટીમમાં વાપસી થઈ શકે.

તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી 3 મેચોની ટી-20 સિરીઝમાં હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી ન હતી. ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ જે રીતે ખરાબ પ્રદર્શન કર્યું હતું, તે પછી તેને ટી-20 ટીમમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ પછી એક મોટો ઝટકો લાગ્યો જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યાને આઈપીએલમાં રિટેન કર્યા નહીં.

જાણો વિજય હજારે ટ્રોફીનું શેડ્યૂલ

વિજય હજારે ટ્રોફી 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં 6 અલગ-અલગ ગ્રુપમાં 38 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટની મેચો દેશના સાત શહેરોમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા સિનિયર ખેલાડીઓ પણ રમતા જોઈ શકાય છે. આ ઉપરાંત, તે સ્થાનિક ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવવા માટે પણ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget