Mahisagar News: માતા-પિતાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! રોબોટિક કીટમાં બેટરી ફાટતા બાળક થયો ગંભીર ઈજાગ્રસ્ત
મહીસાગર જિલ્લાના લાલસર ખાતે આવેલ ગાયત્રી સ્કૂલના વિદ્યાર્થીને પ્રોજેક્ટ માટે આપેલ રોબોટિક કીટમાં બેટરી ફાટતાંબાળકને ઇજા પહોંચી હોવાની વિગતો સામે આવી.ધોરણ બેમાં અભ્યાસ કરતા બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકની સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડા દાખલ કરવામાં આવ્યો છે. ધોરણ બેમાં અભ્યાસ કરતા બાળકને પ્રોજેક્ટ માટે આવી સામગ્રી કેમ આપવામાં આવી તેને લઈને ઉઠ્યા સવાલ
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. મહિસાગરના લાલસરમાં પ્રોજેક્ટ માટે અપાયેલી કીટમાં બેટરીમાં બ્લાસ્ટ. વીરપુર તાલુકાના કોયડમ ગામના ગાયત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકને શાળામાંથી કિટ આપવામાં આવી હતી. તેની બેટરી ફાટી. જેથી ધોરણ બેમાં અભ્યાસ કરતા બાળકને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. બાળકની સારવાર માટે અમદાવાદ અને ત્યારબાદ લુણાવાડા દાખલ કરવામાં આવ્યો. અભ્યાસ કરતા બાળકને પ્રોજેક્ટ માટે આવી સામગ્રી કેમ આપવામાં આવી તે એક મોટો સવાલ છે.