શોધખોળ કરો

World Cup 2023 માટે ભારતીય ટીમને મળ્યો શાનદાર બોલર, 2022માં હેરાન કરનારા છે આંકડા

T20 વર્લ્ડ કપ હાર્યા બાદ હવે ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપ (World Cup 2023) તરફ જોઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે.

World Cup 2023: T20 વર્લ્ડ કપ હાર્યા બાદ હવે ભારતીય ટીમ આવતા વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપ (World Cup 2023) તરફ જોઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી છે. આ દિવસોમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર હાજર છે. ભલે ટીમ અહીં પહેલી મેચ હારી ગઈ હતી, પરંતુ બોલિંગે બધાના દિલ જીતી લીધા હતા. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. બોલિંગ કરતી વખતે તેણે 10 ઓવરમાં માત્ર 32 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ વર્ષે અત્યાર સુધી સિરાજ ODI ક્રિકેટમાં શાનદાર લયમાં જોવા મળ્યો છે.

ટેસ્ટ ટીમનો હિસ્સો રહી ચુકેલા મોહમ્મદ સિરાજ હવે વનડે ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવતો જોવા મળી રહ્યો છે. સિરાજે 2022માં અત્યાર સુધી 13 વનડેની 13 ઇનિંગ્સ રમી છે, જેમાં તેણે 22.09ની એવરેજથી 21 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 4.33 રહી છે.

સિરાજે તેની ODI કરિયરમાં અત્યાર સુધી કુલ 14 મેચ રમી છે, જેમાં તેણે 2022માં 13 મેચ રમી છે. તેણે 2019માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 7.60ની ઈકોનોમી સાથે 76 રન ખર્ચ્યા હતા અને તેને કોઈ વિકેટ મળી ન હતી. 2022માં સિરાજના પ્રદર્શનને જોતા એવી આશા રાખી શકાય છે કે ભારતીય ટીમને 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે બોલર મળી ગયો છે.

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા

મોહમ્મદ સિરાજ ભારત માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે. આમાં તેણે 13 ટેસ્ટ મેચ રમીને 40 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે જ તેણે 14 વનડે રમીને 21 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 8 T20 ઈન્ટરનેશનલ મેચમાં 11 વિકેટ ઝડપી છે. T20 ઈન્ટરનેશનલમાં તેની ઈકોનોમી 9.18 રહી છે. 

Cricket : મહિલા ક્રિકેટ ટીમમાં પણ મોટો ફોરફાર, હેડ કોચની હકાલપટ્ટી, આ ખેલાડીને સોંપાઈ જવાબદારી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્ય કોચ રમેશ પવારને હટાવી દેવામાં આવ્યા છે અને તેના સ્થાને પૂર્વ ક્રિકેટર હૃષિકેશ કાનિટકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. BCCIએ માહિતી આપી હતી કે ઋષિકેશ કાનિટકર હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચની જવાબદારી અદા કરશે. તે 9 ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે, આ સીરીઝ 9 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. બીજી બાજુ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલા રમેશ પવારને હવે નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવ્યા છે.

રમેશ પવાર હવે NCA ચીફ VVS લક્ષ્મણની ટીમમાં કામ કરશે. અહીં તે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ માટે લક્ષ્મણને સપોર્ટ કરશે. રમેશ પવારે કહ્યું હતું કે, તે નવી જવાબદારીથી ખૂબ જ ખુશ છે અને મહિલા ક્રિકેટ ટીમ સાથેનો તેમનો અનુભવ અદ્ભુત હતો. પવારે કહ્યું હતું કે, મુખ્ય કોચ તરીકે મહિલા ક્રિકેટ ટીમ સાથે કામ કરવું અદ્ભુત હતું. મેં વર્ષોથી દિગ્ગજ ખેલાડીઓ સાથે કામ કર્યું છે. હું NCAમાં મારી નવી જવાબદારીથી ખુશ છું અને આશા રાખું છું કે મારો અનુભવ ભવિષ્યના ખેલાડીઓ માટે ઉપયોગી સાબિત થશે. ટીમ ઈન્ડિયાની બેન્ચ સ્ટ્રેન્થને વધુ મજબૂત બનાવવા VVS લક્ષ્મણ સાથે કામ કરવા ઉત્સુક છું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Advertisement

વિડિઓઝ

Geniben Thakor : અલ્પેશ ઠાકોરને અન્યાય થયા? ગેનીબેન ઠાકોરે શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કોનો મળ્યો સાથ?
Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં જિંદગી !
Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં 'ઠાકોર' કોણ?
Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
‘ભગવાન કોઈ દીકરી સાથે આવું ન કરે...’ - લાલુ પરિવારમાં એવું તે શું થયું કે રોહિણીએ રડતાં રડતાં આ વાત કહી?
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
ગુજરાતમાં ઐતિહાસિક પહેલ! આ APMC ખેડૂતોને 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે, 50% સબસિડી મળશે
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
WTC points table: કોલકાતામાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, રેન્કિંગમાં આ નંબર પર પહોંચી ટીમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Embed widget