Rishab Pant: વ્હાઇટ બૉલમાં ફ્લૉપ, હવે લાબ બૉલનો વારો, બાંગ્લાદેશ ટેસ્ટમાં પંત પર રહેશે બધાની નજર, જુઓ આંકડા
ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંત ખુબ જ માહિર ખેલાડી છે, અને તેને આ ફોર્મેટ ખુબ સૂટ પણ કરે છે. જાણો અહીં ઋષભ પંતના ટેસ્ટ ક્રિકેટના આંકડાઓ.......
Rishab Pant: ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishab Pant) આ વર્ષે વ્હાઇટ બૉલ ક્રિકેટ (ખાસ કરીને ટી20 ઇન્ટરનેશનલમાં)માં ફ્લૉપ દેખાયો છે, પરંતુ હવે તેના પસંદગીનું ફોર્મેટ ટેસ્ટ મેચો શરૂ થઇ રહી છે. ભારતીય ટીમ 14 ડિસેમ્બર, બુધવારે બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરીજ રમવા મેદાનમાં ઉતરશે. આ સીરીઝમાં ઋષભ પંત પર બધાની નજર રહેશે. કેમ કે ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંત ખુબ જ માહિર ખેલાડી છે, અને તેને આ ફોર્મેટ ખુબ સૂટ પણ કરે છે. જાણો અહીં ઋષભ પંતના ટેસ્ટ ક્રિકેટના આંકડાઓ.......
2022માં આવા છે ટેસ્ટ આંકડા -
2022માં ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફ્લૉપ રહેનારા ઋષભ પંતે અત્યાર સુધી આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર જાળવી રાખી છે. તેને અત્યાર સુધી કુલ 5 ટેસ્ટની 9 ઇનિંગોમાં 66.50 ની એવરેજથી 532 રન બનાવ્યા છે. આમાં તેના નામે બે સદી અને 3 અડધીસદી નોંધાયેલા છે. વળી, તેનો હાઇ સ્કૉર 146 રનોનો રહ્યો છે, જે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેને બનાવ્યો હતો.
આ વર્ષે વ્હાઇટ બૉલમાં કેવુ રહ્યું પ્રદર્શન ?
આ વર્ષે તેને કુલ 12 વનડે મેચ રમી છે, જેમા તેને 37.33 ની એવરેજથી 336 રન બનાવ્યા છે, આ દરમિયાન તેના બેટથી 1 સદી અને 2 ફિફ્ટી નીકળી છે, આમાં તેનો હાઇસ્કૉર 125* રનોનો રહ્યો છે.
વળી, ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીઓ તે, તેનુ આ વર્ષ ખુબ ખરાબ રહ્યું છે, તેને 25 મેચોમાં 21 ઇનિંગોમાં માત્ર 21.41 ની એવરેજથી 364 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 132.84 ની રહી છે. આખા વર્ષ દરમિયાન તેને માત્ર એક જ ફિફ્ટી ફટકારી છે.
અત્યારુ સુધી કેવી રહી છે ઋષભ પંતી ટેસ્ટ કેરિયર -
2018માં ટેસ્ટ ડેબ્યૂ કરનારા ઋષભ પંતે અત્યાર સુધી પોતાની કેરિયરમાં કુલ 31 મેચો રમી છે, આ મેચોની 53 ઇનિંગોમાં તેને 43.42 ની એવરેજથી 2123 રન બનાવ્યા છે, આ દરમિયાન તેને 5 સદી અને 10 અડધીસદી ફટકારી છે. વળી, તેનો હાઇસ્કૉર 159* નો રહ્યો છે.
IND vs BAN 1st Test: બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં આવી હોઇ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ.
એશિયા બહાર એક ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 વિકેટકીપર બેટ્સમેનઃ
1. ઋષભ પંતઃ 203 રન (146+57) એજબેસ્ટન, 2022
2. વિજય માંજરેકરઃ 161 રન (43+118) કિંગસ્ટન. 1953
3. ઋષભ પંતઃ 159 રન (159) સિડની, 2019
4. એમએસ ધોનીઃ 151 રન (77+74), એજબેસ્ટન, 2011
5. ઋષભ પંતઃ 133 રન (36+97), સિડની., 2021