(Source: ECI/ABP News/ABP Majha)
New Zealand સામેની મેચ પહેલા Team India માટે આવ્યા સારા સમાચાર, આ ખેલાડીનું રમવાનું લગભગ નક્કી
ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીઃ ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 31 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. આ પહેલા 'વિરાટ આર્મી' માટે મોટા સમાચાર આવ્યા છે.
'હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફિટ'
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ટીમમાં તેની ભૂમિકા ફિનિશર જેવી છે. તે અત્યારે બોલિંગ નથી કરી રહ્યો.
ટીમ મેનેજમેન્ટ ચાન્સ લેવા માગતું નથી
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા એક સૂત્રએ કહ્યું કે હાર્દિક પંડ્યા સારું અનુભવી રહ્યો છે, તેણે કહ્યું, 'કોઈ સમસ્યા નથી, તે સારું અનુભવી રહ્યો છે. તે માત્ર એક સાવચેતીભર્યું સ્કેન હતું અને ટીમ મેનેજમેન્ટ ચાન્સ લેવા માગતું ન હતું કારણ કે તે ગઈકાલે (રવિવારે) ટુર્નામેન્ટની પ્રથમ મેચ હતી.
હાર્દિકના સ્કેનથી ટેન્શન વધી ગયું હતું
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન વિરૂદ્ધ T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, જેના પછી તે ફિલ્ડિંગ માટે બહાર આવ્યો ન હતો. તેના સ્થાને ઈશાન કિશન સમગ્ર મેચ દરમિયાન ફિલ્ડિંગમાં ઉતર્યો હતો.
નોંધનીય છે કે, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપ મેચ દરમિયાન ખભામાં ઈજા થઈ હતી, ત્યારબાદ તે મેદાનમાં ઉતર્યો ન હતો. તેના સ્થાને ઇશાન કિશન સમગ્ર મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતો હતો. પંડ્યાની ઈજા કેટલી ગંભીર છે તે જાણી શકાયું નથી પરંતુ તેને સાવચેતીના ભાગરૂપે સ્કેન માટે મોકલવામાં આવ્યો છે. બીસીસીઆઈની મીડિયા ટીમે કહ્યું, 'હાર્દિક પંડ્યાને બેટિંગ દરમિયાન જમણા ખભામાં ઈજા થઈ હતી. તે સ્કેન માટે ગયો છે.’ ભારતે હવે આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.
પાકિસ્તાન સામે હાર
ટી 20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ન તો ભારતીય બોલરે સારું પ્રદર્શન કર્યું ન હતું અને બેટિંગમાં વિરાટ કોહલી સિવાય કોઈ બેટ્સમેન ટક્યો ન હતો. આ સાથે ભારતનું ટી 20 વર્લ્ડ કપ અભિયાન ખૂબ જ ખરાબ રીતે શરૂ થયું છે. હવે ટુર્નામેન્ટમાં રહેવા માટે ટીમ ઇન્ડિયાએ આગામી મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવું ખૂબ જ જરૂરી છે.