Cricketers Who Never Hit Six: આ ક્રિકેટર્સ વન ડેમાં ક્યારેય નથી મારી શક્યા સિક્સ, એક ભારતીય બેટ્સમેન પણ છે લિસ્ટમાં
Cricketers Who Never Hit Six: કેટલાક ક્રિકેટર એવા હોય છે કે વન ડે મેચમાં અનોખો રેકોર્ડ ધરાવતાં હોય છે.
Cricketers Who Never Hit Six: આજે ટી-20 મેચ વધારે રમાય છે અને તેમાં ચોગ્ગા છગ્ગાની રમઝટ ઘણી વખત થાય છે. કેટલાક ક્રિકેટર એવા હોય છે કે વન ડે મેચમાં અનોખો રેકોર્ડ ધરાવતાં હોય છે. વન ડેઈન્ટરનેશનલમાં કેટલાક ક્રિકેટર એવા છે જેમણે એક પણ સિક્સ ફટકારી નથી.
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જ્યોફ બોયકોટે વન ડે કરિયમાં 1000થી વધારે રન બનાવ્યા છે પણ ક્યારેય છગ્ગો માર્યો નથી.
શ્રીલંકાના બેટ્સમેન થિલન સમરવીરાએ 53 વન ડે રમી છે. 2 સદી ફટકારાનાર સમરવીરાએ એકદિવસીય કરિયરમાં એક પણ છગ્ગો નથી માર્યો.
મનોજ પ્રભાકરે કુલ 130 ઈન્ટરનેશનલ વન ડે રમી છે, આ દરમિયાન 1 સદી અને 11 અડધી સદી ફટકારી છે. પણ આ ભારતીય ક્રિકેટર વન ડેમાં ક્યારેય સિક્સ મારી શક્યો નહોતો.
ઝિમ્બાબ્વે માટે 82 વન ડે રમનારા ડિઓન ઈબ્રાહીમે પણ ક્યારેય સિક્સર નથી મારી. તે ટેસ્ટ કરિયરમાં પણ સિક્સ નથી મારી શક્યો.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફેલુમ ફર્ગ્યુસનનો વન ડે કરિયરમાં 85 નો સ્ટ્રાઇક રેટ છે. પરંતુ તેમ છતાં વન ડેમાં એક પણ સિક્સ મારી શક્યો નથી.