ન્યુઝીલેન્ડના ક્રિકેટરે બાઉન્ડ્રી પર ગુલાંટ મારીને પકડ્યો એવો અફલાતૂન કેચ કે થઈ જશો દંગ, જુઓ વીડિયો
ન્યુઝીલેન્ડની ઘરેલુ ટી20 શ્રેણીમાં એક ખેલાડીએ કરેલા કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ન્યુઝીલેન્ડની ટીમ હાલ ભારત સામે ટેસ્ટ શ્રેણી રમી રહી છે. જોકે ન્યુઝીલેન્ડની ઘરેલુ ટી20 શ્રેણીમાં એક ખેલાડીએ કરેલા કેચનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નેશન સ્મિથ નામના યુવા બોલરે બાઉન્ડ્રી પર હવામાં હનુમાન કૂદકો લગાવી પકડેલા અદભૂત કેચનો જોઈ ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે આ કેચ સુપર સ્મેશ ડોમેસ્ટિક ટી20 લીગમાં પકડ્યો હતો.
સ્મિથના આ શાનદાર કેચે ફિલ્ડિંગ યુનિટને ઉત્સાહથી ભરી દીધું હતું. 1 રનમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેન્ટરબરીની ટીમ મેચમાં પરત ફરી શકી નહોતી અને 20 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેથન સ્મિથે પણ આ મેચમાં 2 વિકેટ લીધી હતી. તેના કેચે મેચનું પાસું પલટાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.
NATHAN SMITH STOP IT! 🔥 pic.twitter.com/MfSmeEVtc9
— Cricket Wellington (@cricketwgtninc) November 26, 2021
મેકક્લ્યુર નામના બેટ્સમેન ફટકારેલો શોટ બાઉન્ડ્રી બહાર જઈને પડે તેમ લાગતું હતું ત્યારે જ ત્યાં ઊભેલા સ્મિથે બોલને પકડીને બાઉન્ડરીની અંદર ફેંકી દીધો અને હવામાં ગુલાટી સાથે કેચ કર્યો હતો. સ્મિથના આ કેચનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. નેથને 33 ફર્સ્ટ કલાસમાં 71 અને 23 ટી20માં 30 વિકેટ લીધી છે.