(Source: ECI/ABP News/ABP Majha)
આ પાંચ બેટ્સમેનો પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય છગ્ગો નથી ફટકારી શક્યા, એક ભારતીય પણ છે લિસ્ટમાં, જાણો
આજે અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે વાત કરી રહ્યાં છે, જેઓએ પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય સિક્સ નથી ફટકારી.
નવી દિલ્હીઃ ક્રિકેટની રમત ખરેખરમાં એક અદભૂત રમત છે, મેદાન પર ઘણી એવી ઘટનાઓ ઘટે છે જે ક્યારેય નથી ભૂલી શકાતી. ક્રિકેટમાં ક્યારેક બેટ્સમેનોનો તો ક્યારેક બૉલરોનો દબદબો રહે છે. દરેક બેટ્સમેન પોતાની કેરિયરમાં એક તો છગ્ગો ફટકારે જ છે, પરંતુ અમે આજે અહીં એવા પાંચ બેટ્સમેનો વિશે વાત કરી રહ્યાં છે, જેઓએ પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય સિક્સ નથી ફટકારી. આ લિસ્ટમાં એક ભારતીય બેટ્સમેન પણ સામેલ છે. જાણો તમામ પાંચ વિશે..........
ડિઓન ઇબ્રાહિમ, ઝિમ્બાબ્વે -
ઝિમ્બાબ્વેનો પૂર્વ ક્રિકેટર ડિઓન ઇબ્રાહિમ પોતાની કેરિયરમાં 29 ટેસ્ટ અને 82 વનડે મેચ રમ્યો છે. આ દરમિયાન તેને 1000થી વધુ પણ બનાવ્યા છે. પોતાની વનડે કેરિયરમાં તેને 1 સદી અને 4 અડધી સદી ફટકારી છે, પરંતુ ખાસ વાત છે કે તેને પોતાની આખી ક્રિકેટ કેરિયરમાં ક્યારેય એકપણ છગ્ગો નથી ફટકાર્યો.
જ્યૉફરી બૉયકૉટ, ઇંગ્લેન્ડ -
ઇંગ્લેન્ડનો પૂર્વ ક્રિેકટર જ્યૉફરી બૉયકૉટ એક બેસ્ટ બેટ્સમેને ગણાતો હતો. તેને 36 વનડે મેચોમાં 1,000 થી વધુ રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 9 ફિફ્ટી સામેલ છે. પરંતુ તેને વને કેરિયર દરમિયાન એકપણ છગ્ગો નથી લગાવ્યો.
થિલન સમરવીરા, શ્રીલકા -
થિલન સમરવીર શ્રીલંકા ટીમના બેસ્ટ બેટ્સમેનમાં સામેલ છે. તેને શ્રીલંકા માટે 5000 રનથી વધુ ટેસ્ટ રન બનાવ્યા છે. પરંતુ સમરવીરાએ પોતાની વનડે કેરિયરમાં કોઇ ખાસ કમાલ નથી કર્યો. તેને 53 વનડે મેચો મરી છે, પરંતુ એકપણ છગ્ગો નથી લગાવ્યો.
કૈલમ ફર્ગ્યૂસન, ઓસ્ટ્રેલિયા -
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કૈલમ ફર્ગ્યૂસને 2009માં ડેબ્યૂ કર્યુ, તેને કુલ 30 વનડે મેચો રમી છે, અને 663 રન બનાવ્યા છે. જેમાં 5 સદી સામેલ છે. પરંતુ ખાસ વાત છે કે, આટલી ક્રિકેટ રમ્યો છતાં ક્યારેય એકપણ છગ્ગો વનડે મેચોમાં નથી લગાવી શક્યો. કૈલમ ફર્ગ્યૂસન આજે પણ લીગ મેચોમાં પોતાનો જલવો બતાવી રહ્યો છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ટીમમાં જગ્યા નથી મળી રહી.
મનોજ પ્રભાકર, ભારત -
ભારતના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડ ગણાતા મનોજ પ્રભાકરે વર્ષ 1984થી 1996 સુધી ભારત માટે ક્રિકેટ રમી. પ્રભાકરે ભારત માટે 130 વનડે મેચો રમી, આ દરમિયાન તેને 1800 થી વધુ રન બનાવ્યા, જેમાં 2 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. પરંતુ નિરાશાની વાત છે કે પ્રભાકરે પોતાની વનડે કેરિયરમાં ક્યારેય પણ એક છગ્ગો નથી ફટકાર્યો.
આ પણ વાંચો-----
Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે
Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન
પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ
Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....