શોધખોળ કરો

IND vs SL: રોહિત આજે ટીમમાં કરશે આ મોટા ફેરફાર, કોનુ પત્તુ કપાશે ને કોને મળશે આજે રમવાનો મોકો, જુઓ પ્લેઇંગ ઇલેવન

ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે

Team India Predicted Playing XI For 3rd ODI:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ OD વન-ડે સીરિઝની છેલ્લી મેચ આજે એટલે કે 15 જાન્યુઆરીએ રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચમાં શ્રીલંકાને હરાવીને ક્લિનસ્વીપ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારતે 10 જાન્યુઆરીએ ગુવાહાટી અને 12 જાન્યુઆરીએ કોલકાતામાં રમાયેલી બંને મેચ જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયામાં ઓછામાં ઓછા ચાર ફેરફાર કરી શકે છે.

સૂર્યકુમારને તક મળી શકે છે
શ્રીલંકા સામેની ત્રીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમા કેટલાક ફેરફાર કરવામાં આવી શકે છે. શ્રીલંકા સામે ટી-20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સૂર્યકુમારે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. તેના સિવાય ઈશાન કિશનને પણ ત્રીજી વનડેમાં તક મળી શકે છે. બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારીને તે ટીમમાં વાપસીની રાહ જોઈ રહ્યો છે. આ બે સિવાય ડાબોડી બોલર અર્શદીપ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ત્રીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

ભારત ઈતિહાસ રચવાની નજીક -
ત્રીજી વનડેમાં ભારત પાસે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડવાની તક હશે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ કોઈપણ એક દેશ સામે વનડેમાં સંયુક્ત રીતે 95-95 મેચ જીતી છે. જો ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં શ્રીલંકાને હરાવશે તો તે આ મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દેશે. ત્યારે ભારત વન-ડે ઈતિહાસમાં કોઈપણ એક દેશ સામે સૌથી વધુ જીત મેળવનાર દેશ બની જશે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 141માંથી 95 વનડે જીતી છે. આ સાથે જ ભારતે શ્રીલંકા સામે 164 વનડેમાંથી 95માં જીત મેળવી છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - 
રોહિત શર્મા, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક

શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 
આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરંગા, દુનિથ વેલાલેજ, ચામિકા કરુણારત્ને, કસુન રજિતા, લાહીરુ કમારા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ
Embed widget