વર્લ્ડ કપને આડે હવે બે દિવસ બાકી, આ રીતે ઓનલાઈન બુક કરાવો ટિકિટ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા બોક્સમાંથી જ મળશે બુક થયેલ ટિકિટ. ઓનલાઈન ટિકીટની ફોટોકોપી દર્શાવ્યા બાદ મળશે ઓફલાઇન ટિકિટ.
ODI World Cup Online Tickets Booking: ક્રિકેટ વર્લ્ડ કપને આડે હવે બે દિવસ બાકી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી પ્રથમ મેચ અગાઉ GCA દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ પણ રીતે ટિકિટની કાળા બજારી થતી અટકાવવા ડિજિટલ પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. દર્શકો બુક માય શો ઉપરથી ટિકિટ બુક કરાવી શકશે. ટિકિટની કાળા બજારી થતી અટકાવવા ટિકિટની હાર્ડકોપી ફરજિયાત રાખામાં આવી છે. સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા બોક્સમાંથી જ મળશે બુક થયેલ ટિકિટ. ઓનલાઈન ટિકીટની ફોટોકોપી દર્શાવ્યા બાદ મળશે ઓફલાઇન ટિકિટ.
આ રીતે ઓનલાઈન ટિકિટ બુક કરાવો
સ્ટેપ 1-બુક માય શો ઉપર આપેલા કોડ ને સ્કેન કરો
સ્ટેપ 2-નિર્ધારિત કરેલી મેચને સિલેક્ટ કરો
સ્ટેપ 3-ટિકિટના દર ઉપર ક્લિક કરો
સ્ટેપ 4-સ્ટેડિયમની જે શ્રેણીમાં મેચ નિહાળવી હોય તે સિલેક્ટ કરો
સ્ટેપ 5-Paytm અથવા ગૂગલ પે થી પેમેન્ટ કરો
સ્ટેપ 6-આપના ઇમેઇલ આઇડીમાં ટિકિટ મેળવો
નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મેચોની ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે બુક માય શોને પોતાનો ભાગીદાર બનાવ્યો છે. બુક માય શો એ દેશનું પ્રતિષ્ઠિત ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ છે, જે તમામ પ્રકારના મનોરંજન માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવા પ્રદાન કરે છે.
5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનાર વર્લ્ડ કપમાં કુલ 58 મેચો રમાશે. તેની શરૂઆત પહેલા, વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ ટીમો માટે કુલ 10 વોર્મ-અપ મેચોનું પણ આયોજન કરવામાં આવશે અને આ ટુર્નામેન્ટ દેશભરમાં કુલ 12 સ્થળોએ યોજાશે.
ટિકિટનું આ વેચાણ 25મી ઓગસ્ટ શરૂ થઈ ગયું છે. ટિકિટ વેચાણના પ્રથમ તબક્કામાં, ચાહકો ભારતની વોર્મ-અપ મેચો સિવાયની તમામ પ્રેક્ટિસ મેચોની ટિકિટ ખરીદી શકે છે. જો તમે ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચોની ટિકિટની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે ભારત તેની બે વોર્મ-અપ મેચ ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં રમશે અને આ મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે.
તેના એક દિવસ પછી, ભારતની વર્લ્ડ કપ મેચોની ટિકિટોનું વેચાણ શરૂ થશે. 31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પુણેમાં રમાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. ભારત 8 ઓક્ટોબર, રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ મિશનની શરૂઆત કરશે. આ પછી 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે મેચ છે જ્યારે 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે મેચ છે.
ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં રમાનારી ભારતની મેચોનું બુકિંગ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. ધર્મશાલામાં 22મી ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મેચ છે, જ્યારે લખનૌમાં 29મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે અને ત્યારબાદ મુંબઈમાં 2જી નવેમ્બરે શ્રીલંકા સામે મેચ રમાશે.
આ પછી, ભારતીય ટીમના ચાહકો 2 સપ્ટેમ્બરથી કોલકાતા અને બેંગલુરુમાં યોજાનારી મેચોની ટિકિટ ખરીદી શકશે. તેનો મુકાબલો 5 નવેમ્બરે કોલકાતામાં દક્ષિણ આફ્રિકાનો છે જ્યારે 12મી નવેમ્બરે બેંગલુરુમાં નેધરલેન્ડ સામે મેચ રમાશે.