શોધખોળ કરો

ટીમ ઈન્ડિયામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, તૂટ્યો સચિનનો 37 વર્ષ જૂનો રેકોર્ડ

IPL 2026 માં શાનદાર પ્રદર્શન કરનાર 15 વર્ષના વૈભવે ભારતીય ટીમમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચ્યો છે. જો તે મેદાનમાં ઉતરશે તો સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લેશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વૈભવ સૂર્યવંશીએ ૧૫ વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું.
  • તેણે સચિનનો ૩૭ વર્ષ જૂનો પસંદગીનો રેકોર્ડ તોડ્યો છે.
  • તેના IPL પ્રદર્શને રાષ્ટ્રીય ટીમમાં સીધી એન્ટ્રી અપાવી.
  • સૌથી નાની વયે આંતરરાષ્ટ્રીય ડેબ્યુનો રેકોર્ડ રચવા નજર.

Vaibhav Suryavanshi record: ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મારીને ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શુક્રવારે, 6 જૂને BCCI દ્વારા એશિયન ગેમ્સ 2026 તેમજ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ યુવા ખેલાડીને ત્રણેય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પસંદગી સાથે જ વૈભવ ભારતીય ટીમ માટે સિલેક્ટ થનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે.

IPL ના ધમાકેદાર પ્રદર્શને ખોલ્યા ટીમ ઈન્ડિયાના દ્વાર

છેલ્લી બે સીઝનથી IPL માં પોતાના બેટથી તરખાટ મચાવનાર વૈભવે IPL 2026 માં તો કમાલ જ કરી દીધી હતી. તેણે 776 રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે જ તેને રાષ્ટ્રીય ટીમમાં સીધી એન્ટ્રી મળી ગઈ છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. 1989 માં જ્યારે સચિનની પહેલીવાર પાકિસ્તાન પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ ત્યારે તેની ઉંમર 16 વર્ષની હતી. પરંતુ, વૈભવે માત્ર 15 વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવીને 37 વર્ષ જૂનો ઈતિહાસ બદલી નાખ્યો છે.

હવે સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવા પર નજર

હવે ક્રિકેટ ચાહકોની નજર એ વાત પર છે કે શું વૈભવને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે કે કેમ. જો વૈભવ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ અથવા એશિયન ગેમ્સમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનશે, તો તે ભારત માટે સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ (પદાર્પણ) કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લેશે. હાલમાં આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પોતાની પહેલી મેચ રમી હતી. તેમના પછી બીજા ક્રમે પીયૂષ ચાવલા છે, જેમણે 17 વર્ષ અને 75 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?

જાહેર થયેલી ભારતીય ટીમો નીચે મુજબ છે:

ઈંગ્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા:

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.

આ પણ વાંચોઃ સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ અને ટીમમાંથી પણ આઉટ, જાણો અગરકરે શું કહ્યું?

આયર્લેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા:

શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.

એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયા:

શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, વરુણ ચક્રવર્તી અને વૈભવ સૂર્યવંશી.

Frequently Asked Questions

વૈભવ સૂર્યવંશીએ કેટલા વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે?

વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રવેશ મેળવ્યો છે. આ સાથે તેણે સચિન તેંડુલકરનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

વૈભવ સૂર્યવંશીની પસંદગી કયા પ્રદર્શનના આધારે થઈ છે?

IPL 2026 માં તેણે 776 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. આ શાનદાર પ્રદર્શનના આધારે જ તેને રાષ્ટ્રીય ટીમમાં સીધી એન્ટ્રી મળી છે.

વૈભવ સૂર્યવંશીને કઈ-કઈ ભારતીય ટીમોમાં સ્થાન મળ્યું છે?

વૈભવ સૂર્યવંશીને એશિયન ગેમ્સ 2026 તેમજ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાનો રેકોર્ડ હાલ કોના નામે છે?

હાલમાં સૌથી નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે પહેલી મેચ રમી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget