Duleep Trophy 2025: દાનિશ માલેવારે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, બેવડી સદી ફટકારી બન્યો નંબર-1 બેટ્સમેન
Duleep Trophy 2025: દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમતા ટોપ ઓર્ડર બેટ્સમેન દાનિશ માલેવરે કમાલ કરી છે

Duleep Trophy 2025: દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમતા ટોપ ઓર્ડર બેટ્સમેન દાનિશ માલેવરે કમાલ કરી છે. આ જમણા હાથના બેટ્સમેને નોર્થ ઈસ્ટ ઝોન સામે 203 રનની ઈનિંગ રમી હતી. દાનિશે પોતાની ઈનિંગમાં 36 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગના આધારે સેન્ટ્રલ ઝોને પ્રથમ ઈનિંગમાં 532 રન બનાવ્યા હતા. કેપ્ટન રજત પાટીદારે આ સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી. દાનિશ માલેવરે પોતાની બેવડી સદી સાથે એક એવું પરાક્રમ કર્યું જે ક્યારેય કોઈ વિદર્ભ ખેલાડીએ કર્યું ન હતું.
Danish Malewar became the first Vidarbha player to score a double hundred in Duleep Trophy history. pic.twitter.com/yZhAUl5MwV
— All Cricket Records (@Cric_records45) August 29, 2025
દાનિશ માલેવરે દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારતા જ તેનું નામ વિદર્ભ ક્રિકેટમાં અમર થઈ ગયું. વાસ્તવમાં દાનિશ વિદર્ભનો પહેલો ખેલાડી છે જેણે દુલીપ ટ્રોફીમાં પોતાની ડેબ્યૂ મેચમાં બેવડી સદી ફટકારી છે. અત્યાર સુધી દુલીપ ટ્રોફીમાં ફક્ત ચાર બેટ્સમેનોએ બેવડી સદી ફટકારી છે, જેમાં યશસ્વી જયસ્વાલ, બાબા અપરાજિત, બાબા ઇન્દ્રજીતનો સમાવેશ થાય છે. હવે દાનિશનું નામ પણ તેમાં સામેલ થઈ ગયું છે.
દાનિશ માલેવરની શાનદાર કારકિર્દી
દાનિશ માલેવર માત્ર 21 વર્ષનો છે અને આ ખેલાડીએ રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. દાનિશે પહેલી રણજી સીઝનમાં 9 મેચમાં 2 સદી અને 6 અડધી સદીની મદદથી 783 રન બનાવ્યા હતા. હવે તેણે બેવડી સદી ફટકારી છે જે તેની પ્રોફેશનલ કરિયરની પ્રથમ બેવડી સદી છે. દાનિશ માલેવરની બેટિંગ એવરેજ 50 થી ઉપર છે. દાનિશ માલેવરએ રણજી ટ્રોફીની ફાઇનલમાં પણ સદી ફટકારી હતી. દાનિશે વિદર્ભ પ્રો લીગમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. આમાં તેણે 6 મેચમાં 160થી વધુના સ્ટ્રાઇક રેટથી 318 રન બનાવ્યા હતા. તે ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુનામેન્ટ પણ બન્યો હતો. દાનિશના આ પ્રદર્શનને કારણે તેને લાંબી રેસનો ઘોડો કહેવામાં આવી રહ્યો છે.




















