Video: વેસ્ટ ઇન્ડિઝ પહોંચતાં જ વિરાટ કોહલીને મળી ખાસ ગિફ્ટ, પ્રેક્ટિસ સેશન દરમિયાન આ દિગ્ગજને મળ્યો
T20 WC 2024 Video: T20 વર્લ્ડકપ 2024માં ગૃપ સ્ટેજની મેચો પૂરી થઇ ગઇ છે, અને હવે સુપર-8 રાઉન્ડની મેચો શરૂ થશે, જેમાં ટૂર્નામેન્ટની બાકીની તમામ મેચો માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે
T20 WC 2024 Video: T20 વર્લ્ડકપ 2024માં ગૃપ સ્ટેજની મેચો પૂરી થઇ ગઇ છે, અને હવે સુપર-8 રાઉન્ડની મેચો શરૂ થશે, જેમાં ટૂર્નામેન્ટની બાકીની તમામ મેચો માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે. આ રાઉન્ડ માટે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ચૂકી છે, અને ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે બાર્બાડોસના મેદાન પર રમશે.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી ત્યારથી સતત સખત પ્રેક્ટિસ કરી રહી છે, જેથી તે ત્યાંની પરિસ્થિતિઓમાં પોતાને વધુ સારી રીતે અનુકૂળ કરી શકે. 18 જૂનના રોજ, ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશનમાં જોડાઇ હતી, તે સમયે ભારતીય સ્ટાર વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર વેસ્લી હૉલ મેટને મળ્યો હતો. વેસ્લી હૉલ જે તેના સમયના ખતરનાક ઝડપી બોલરોમાંના એક હતા. વેસ્લી હૉલની મુલાકાત વિરાટની સાથે સાથે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેમજ મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ સાથે પણ થઇ હતી. આ દરમિયાન તેમને વિરાટને એક ખાસ ગિફ્ટ પણ આપી હતી.
વેસ્લી હૉલે પોતાની બુકની ગિફ્ટ કરી
જ્યારે ભારતીય ટીમ બાર્બાડોસના મેદાન પર પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે અનુભવી બોલર વેસ્લી હૉલ પણ ત્યાં પહોંચી ગયો હતો. આ પછી તે ગયો અને ડગઆઉટમાં બેસી ગયો, બાદમાં તેની બુક વિરાટ કોહલી દ્વારા રિલીઝ કરવામાં આવી, જેનો વીડિયો BCCI દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન વેસ્લી હૉલે કહ્યું કે આજે મેં ત્રણ પુસ્તકો આપ્યા છે જેમાં મેં રોહિત શર્મા, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીને આપ્યા છે. આ ત્રણેય ખેલાડીઓની ગણના મહાન ખેલાડીઓમાં થાય છે. ખેલાડીઓ છે.
#WATCH | Former West Indies cricketer Wesley Hall met Indian cricketer Virat Kohli and gifted his book to him, in Barbados. pic.twitter.com/RPbVaIdiBV
— ANI (@ANI) June 18, 2024
તમને જણાવી દઈએ કે હોલે વેસ્ટ ઈન્ડિઝ માટે 48 ટેસ્ટ મેચોમાં 192 વિકેટ લીધી છે જ્યારે 170 ફર્સ્ટ ક્લાસ મેચમાં તેના નામે 546 વિકેટ છે.
વિરાટ કોહલીના પ્રદર્શન પર તમામની નજર
વિરાટ કોહલીનું આ T20 વર્લ્ડકપમાં અત્યાર સુધી બેટથી ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું છે, જેમાં તે ગૃપ સ્ટેજની ત્રણ મેચમાં બેટિંગ કરતી વખતે ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો નથી. આ વખતે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરવાને બદલે કોહલી કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બધાની નજર સુપર 8માં તેના પ્રદર્શન પર ટકેલી છે. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વેસ્ટ ઈન્ડિઝમાં બેટિંગ માટે વધુ સારી પિચ હશે જેના કારણે કોહલી ફરીથી તેના જૂના ફોર્મમાં જોવા મળી શકે છે.