વિરાટ કોહલી કોની બેટિંગ જોઇને ડ્રેસિંગ રૂમમાં જ નાંચવા લાગ્યો, પાસે બેસેલા ધવને શું કર્યુ, મજેદાર વીડિયો વાયરલ
બીજી વનડેમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાને પંત પોતાના આક્રમક અંદાજમાં છગ્ગા ચોગ્ગા ફટકારી રહ્યો હતો.
નવી દિલ્હીઃ પાર્લમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમને હાર મળી, ટેસ્ટ બાદ વનડે સીરીઝમાં પણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ મેચમાં કેટલીક ઘટનાઓ એવી બની જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે. પૂર્વ કેપ્ટન કોહલીનો ફરી એકવાર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે અને આ ડાન્સ તેને ચાલુ મેચે ડ્રેસિંગ રૂમમાં બેસીને કર્યો હતો.
ખરેખરમાં બીજી વનડેમાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યાં હતા. આ દરમિયાને પંત પોતાના આક્રમક અંદાજમાં છગ્ગા ચોગ્ગા ફટકારી રહ્યો હતો. પંતની બેટિંગથી વિરાટ કોહલીએ એટલો બધો ખુશ થઇ ગયો કે તેને ડ્રેસિંગ રૂમમાં બેસીને ડાન્સ કરવાનુ શરૂ કરી દીધુ, વિરાટની પાસે ઓપનર શિખર ધવન પણ બેઠો હતો, તેને પણ વિરાટની સાથે મજા લેવાનુ શરૂ કર્યુ અને હંસવા લાગ્યો હતો. આનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Virat kohli is such a mood 🤣✨ pic.twitter.com/yjC6XTlJIw
— Siddhi :) (@_sectumsempra18) January 21, 2022
બીજી વનડેમાં ભારતીયી ટીમે પ્રથમ બેટિંગ કરીને 287 રન બનાવ્યા હતા, જેમાં ઋષભ પંત ટૉપ સ્કૉરર રહ્યો, પંતે 71 બૉલમાં ફટકાબાજી કરીને 85 રન બનાવ્યા હતા, સામે છેડે કેપ્ટન કેએલ રાહુલ હતો, તેને પણ 79 બૉલમાં 55 રનની ઇનિંગ રમી હતી. ખાસ વાત છે કે વિરાટ કોહલી આ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. ભારતને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો........
India Corona Cases: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં ત્રણ લાખની હેટ્રિક, જાણો આજે કેટલા નોંધાયા કેસ
ગુજરાતના આ જિલ્લામાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત
ગુજરાત સરકારની નવી ગાઇડલાઇનમાં લગ્નપ્રસંગમાં કેટલા લોકોને અપાઇ મંજૂરી?
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ?
35 YouTube ચેનલને મોદી સરકારે કરી બ્લોક, ભારત વિરોધી કન્ટેન રજૂ કરાતુ હતું