શોધખોળ કરો

T20: વિરાટ કોહલીએ ટી20માં કરવું જોઇએ ઓપનિંગ, તો વિરોધી બૉલરોની ઉડી જશે ઊંઘ

વિરાટ કોહલીએ લગભગ 14 મહિના બાદ ભારતીય ટી20 ટીમમાં વાપસી કરી છે. વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરીઝમાં મેદાન પર જોવા મળશે

Virat Kohli As Opener In T20: વિરાટ કોહલીએ લગભગ 14 મહિના બાદ ભારતીય ટી20 ટીમમાં વાપસી કરી છે. વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરીઝમાં મેદાન પર જોવા મળશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 ટી20 મેચોની સીરીઝ રમાશે. બંને ટીમો વચ્ચે સીરીઝની પ્રથમ ટી20 મેચ 11 જાન્યુઆરીએ રમાશે, પરંતુ સવાલ એ છે કે વિરાટ કોહલી આ સીરીઝમાં કયા નંબર પર બેટિંગ કરશે? શું વિરાટ કોહલીના બેટિંગ ક્રમમાં થશે ફેરફાર ?

વિરાટ કોહલીએ કેમ ટી20માં ઓપનર તરીકે રમવું જોઇએ ?
શું વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં ભારત માટે ઓપનર તરીકે રમવું જોઈએ ? વાસ્તવમાં, ટી20 ફોર્મેટમાં ભારત માટે ઓપનર તરીકે વિરાટ કોહલીના આંકડા આશ્ચર્યજનક છે. આંકડા દર્શાવે છે કે વિરાટ કોહલીએ ભારત માટે ઓપનર તરીકે 9 ટી20 મેચ રમી છે. જેમાં 161.29ની સ્ટ્રાઈક રેટ અને 57.14ની એવરેજથી 400 રન બનાવ્યા છે. આ ઉપરાંત તેણે 3 વખત પચાસ રનનો આંકડો પાર કર્યો છે. વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 1 સદી છે, તેણે ઓપનર તરીકે આ સદી ફટકારી છે.

તો ભારત માટે ઓપનિંગ કરશે વિરાટ કોહલી ?
આ રીતે, આંકડા દર્શાવે છે કે ઓપનર તરીકે વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટમાં ભારત માટે સારું પ્રદર્શન કર્યું છે. જો કે, આગામી અફઘાનિસ્તાન સીરીઝ અને ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલી કયા નંબર પર બેટિંગ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે વિરાટ કોહલી ઓપનર તરીકે હિટ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલીએ 107 T20 મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આ બેટ્સમેને 137.97ની સ્ટ્રાઈક રેટ અને 52.74ની શાનદાર એવરેજથી 4008 રન બનાવ્યા છે.

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બે દિગ્ગજ ખેલાડીઓની થઈ એન્ટ્રી

રોહિત શર્મા કેપ્ટન તરીકે T20 ફોર્મેટમાં પાછો ફર્યો છે. વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઈન્ડિયા તરફથી T20 ફોર્મેટમાં રમતો જોવા મળશે. આ બંને ખેલાડીઓને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે આ શ્રેણીનો ભાગ નહીં હોય. ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ પણ આ સિરીઝનો ભાગ નહીં હોય. સંજુ સેમસન અને જીતેશ શર્માને વિકેટકીપર તરીકે તક મળી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી છેલ્લે નવેમ્બર 2022માં ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ આ બંને ખેલાડીઓની વાપસીથી અનુમાન લગાવી શકાય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમતા જોવા મળશે. એટલું જ નહીં, તે ફરી એકવાર T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

અનુભવી ખેલાડીઓની થઈ ટીમમાંથી છૂટી

હાર્દિક પંડ્યાએ નવેમ્બર 2022થી ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. પરંતુ ઈજાના કારણે તે ટીમનો ભાગ નહીં હોય. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા હવે IPLમાં સીધા રમતા જોવા મળી શકે છે. ઈશાન કિશનની જગ્યાએ પસંદગીકારોએ સંજુ સેમસન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તે લાંબા સમય બાદ ટી20 ટીમમાં પરત ફર્યો છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર માટે પણ ટી20 ટીમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં બોલિંગ વિભાગમાં પણ બદલાવ જોવા મળશે. યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનને તક મળી નથી. સ્પિનની જવાબદારી અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ પાસે છે. ઝડપી બોલિંગમાં અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

ટીમ ઈન્ડિયા 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્વોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Rahul Gandhi Gujarat Visit Live:  ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Rahul Gandhi Gujarat Visit Live: ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણીGujarat Rain । રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીAhmedabad Rath Yatra 2024 | ભગવાન જગન્નાથે ધારણ કર્યા સુવર્ણ આભૂષણો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Rahul Gandhi Gujarat Visit Live:  ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Rahul Gandhi Gujarat Visit Live: ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
CPSE Salary Hike: આ સરકારી કંપનીઓના કર્મચારીઓને મળશે ભેટ, પગાર બમણો થઈ શકે છે
CPSE Salary Hike: આ સરકારી કંપનીઓના કર્મચારીઓને મળશે ભેટ, પગાર બમણો થઈ શકે છે
Embed widget