શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, આ ખાસ રેકોર્ડ બનાવનારો બન્યો પહેલો બેટ્સમેન
કોહલીએ શનિવારે સીએસકે વિરુદ્ધ અણનમ 90 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગની સાથે કોહલી ચેન્નાઇ વિરુદ્ધ કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કૉર બનાવનારો ખેલાડી પણ બની ગયો છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરના કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ સાબિત થઇ રહી છે. વિરાટે એક ઇતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર તરફથી રમતા પોતાના 6000 રન પુરા કર્યા છે. વિરાટ કોહલી આવુ કરનારો આરસીબીનો પહેલો બેટ્સમેન બની ગયો છે. શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ આ એકદમ ખાસ રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે.
કોહલીએ શનિવારે સીએસકે વિરુદ્ધ અણનમ 90 રનની ઇનિંગ રમી હતી, આ ઇનિંગની સાથે કોહલી ચેન્નાઇ વિરુદ્ધ કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કૉર બનાવનારો ખેલાડી પણ બની ગયો છે.
કોહલીએ 14મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાના બૉલર એક રન લીધો અને આની સાથે તેને બેગ્લૉરને આઇપીએલમાં અને ખતમ થઇ ચૂકેલી ચેમ્પિયન લીગ ટી20માં રમતા 6000 રન પુરા કર્યા, કોહલીએ આ મેચમાં 52 બૉલર પર અણનમ રન બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનારો ખેલાડી છે. આઇપીએલમાં અત્યાર સધી રમાયેલી 183 મેચોમમાં 175 ઇનિંગમાં વિરાટ કોહલીએ 38.33ની એવરેજથી 5635 રન બનાવ્યા છે. વિરાટ કોહલી આઇપીએલમાં 5 સદી અને 38 અડધી સદી ફટકારી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement