Virat Kohli Century: વિરાટના શતક પર આવ્યું એબી ડિવિલિયર્સનું રિએક્શન, કહ્યું - મને ખબર હતી...
દુબઈમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલા 2022 એશિયા કપમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં કિંગ કોહલીએ 122 રનની તોફાની ઇનિંગ રમી હતી.
AB de Villiers On Virat Kohli Century: દુબઈમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલા 2022 એશિયા કપમાં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં કિંગ કોહલીએ 122 રનની તોફાની ઇનિંગ રમી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં કિંગ કોહલીની આ પ્રથમ સદી છે. આના પર એબી ડી વિલિયર્સની પ્રતિક્રિયા આવી છે.
શું કહ્યું ડિવિલિયર્સે?
દક્ષિણ આફ્રિકાનો ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ, જે મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતો છે, તેણે કહ્યું, "જ્યારે મેં ગઈકાલે તેની (વિરાટ કોહલી) સાથે વાત કરી, ત્યારે મને ખબર હતી કે કંઈક મોટું થવાનું છે. મારા મિત્ર વેલ પ્લેઇડ."
When I spoke to him yesterday I knew something was brewing💪
Well played my friend— AB de Villiers (@ABdeVilliers17) September 8, 2022
1021 દિવસ પછી કોહલીએ ફટકારી સદીઃ
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય બાદ વિરાટ કોહલીના બેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારવામાં આવી છે. તેણે 61 બોલમાં અણનમ 122 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1021 દિવસ બાદ તેના બેટમાંથી સદી આવી છે. આ પહેલા કોહલીએ નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હતી.
કોહલી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બન્યો
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ 50+ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે ભારતીય કેપ્ટન રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 32 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. આ સાથે જ વિરાટ કોહલીએ આજે 33મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022માં વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં ત્રણ વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.
આ પણ વાંચો.....