VIDEO: Virat Kohliએ મેચ બાદ જીતી લીધું દિલ, પાકિસ્તાનના આ ખેલાડીને આપી ગીફ્ટ
Virat Kohli Haris Rauf Asia Cup 2022 India vs Pakistan: એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાના ફેન્સનું દિલ જીતી લીધું હતું.
Virat Kohli Haris Rauf Asia Cup 2022 India vs Pakistan: એશિયા કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ વિરાટ કોહલીએ પોતાના ફેન્સનું દિલ જીતી લીધું હતું. દુબઈમાં રમાયેલી મેચ બાદ તેણે પાકિસ્તાનના ખેલાડી હેરિસ રઉફ સાથે વાત કરી હતી. આ સાથે કોહલીએ તેને પોતાની જર્સી પણ આપી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
The match may be over but moments like these shine bright ✨👌
A heartwarming gesture by @imVkohli as he hands over a signed jersey to Pakistan's Haris Rauf post the #INDvPAK game 👏👏#TeamIndia | #AsiaCup2022 pic.twitter.com/3qqejMKHjG— BCCI (@BCCI) August 29, 2022
બીસીસીઆઈએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં કોહલી અને રઉફ વાતચીત કરતા જોવા મળે છે. વાતચીત બાદ કોહલીએ રઉફને તેની જર્સી પર ઓટોગ્રાફ આપીને ગિફ્ટ કરી હતી. કોહલીના આ કામે ચાહકોનું દિલ જીતી લીધું. BCCIના આ વીડિયોને ટ્વિટર પર ખૂબ જ ઓછા સમયમાં 10 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. આ સાથે પ્રતિક્રિયા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઓલઆઉટ થવા સુધીમાં 147 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિઝવાને ટીમ માટે 43 રનની ઇનિંગ રમી હતી. રઉફે અણનમ 13 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી કોહલીએ 35 રન અને પંડ્યાએ અણનમ 33 રન બનાવ્યા હતા.
શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયા પર કટાક્ષ કર્યો
પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શને ભારતને પાકિસ્તાન સામે પાંચ વિકેટથી રોમાંચક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે સારી બોલિંગ કરતા 25 રન આપીને ત્રણ વિકેટ પણ લીધી હતી. પાકિસ્તાન 147 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારત એવી સ્થિતિમાં હતું જ્યાં છેલ્લી છ ઓવરમાં 59 રનની જરૂર હતી. ત્યાંથી પંડ્યા (17 બોલમાં અણનમ 33) અને રવિન્દ્ર જાડેજા (29 બોલમાં 35)એ માત્ર 29 બોલમાં 52 રનની ભાગીદારી નોંધાવી હતી.
જાણો હાર્દિક પંડ્યા વિશે શું કહ્યું?
ભલે છેલ્લી ઓવરમાં ડાબોડી બેટ્સમેન જાડેજા આઉટ થયો ગયો પરંતુ પંડ્યાએ નવાઝની બોલ પર સિક્સ ફટકારીને ભારતને જીત અપાવી દીધી. અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'હું ભારત અને પાકિસ્તાન બંનેને અભિનંદન આપવા માંગુ છું. બંને ટીમોએ મેચ હારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારત જીતવામાં સફળ રહ્યું. ભારત મેચ હારી જવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યાએ તેમને તેમ ન કરવા દીધું.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન