(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup 2022 અગાઉ વિરાટ કોહલીએ શરૂ કરી પ્રેક્ટિસ, 28 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સામે રમાશે મેચ
એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે.
Virat Kohli Asia Cup 2022 India vs Pakistan: એશિયા કપ 2022 27 ઓગસ્ટથી શરૂ થશે. તેની પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એશિયા કપ માટે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તે બ્રેક પર હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલી બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત મુંબઈ ક્રિકેટ એસોસિએશનની ઇન્ડોર ક્રિકેટ એકેડમીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મુખ્ય કોચ સંજય બાંગર સાથે ટ્રેનિંગ લઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે બાંગર ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે. તેથી કોહલીને તેના અનુભવનો ફાયદો થશે. ખરાબ ફોર્મને લઇને ઘણા સમયથી કોહલીની ટીકા થઈ રહી હતી. જે બાદ તેણે બ્રેક લીધો હતો.
કોહલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીમાં પ્રેક્ટિસનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે વિકેટની વચ્ચે દોડતો જોવા મળી રહ્યો છે. કોહલીના આ વીડિયોને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોહલીએ છેલ્લી ટેસ્ટ મેચ જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. જ્યારે છેલ્લી ODI મેચ જુલાઈ 2022માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.
🚨#TeamIndia squad for Asia Cup 2022 - Rohit Sharma (Capt ), KL Rahul (VC), Virat Kohli, Suryakumar Yadav, Deepak Hooda, R Pant (wk), Dinesh Karthik (wk), Hardik Pandya, R Jadeja, R Ashwin, Y Chahal, R Bishnoi, Bhuvneshwar Kumar, Arshdeep Singh, Avesh Khan.
— BCCI (@BCCI) August 8, 2022
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
PM Kisan Scheme: ખેડૂતોને 12મા હપ્તા પહેલા મોદી સરકારે આપી રાહત, ઈ-કેવાયસીને લઈ આવ્યું આ મોટું અપડેટ
IND vs ZIM 2022: શિખર ધવને મળ્યો વરુણ ધવન, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે શેર કરી તસવીર
VIDEO: દિશા પટ્ટણીનો સિઝલિંગ અવતારમાં વધુ એક ડાન્સ વીડિયો વાયરલ, લગાવ્યા ઠુમકા, જુઓ........