શોધખોળ કરો
Advertisement
ડિવિલિયર્સ સાથે કોહલી કરી રહ્યો હતો લાઇવ ચેટ, અનુષ્કાએ લાઇટ ઓન કરતા વિરાટે શું આપ્યું રિએક્શન
લોકડાઉનના કારણે બંન્ને હાલમાં ઘર પર ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વચ્ચે કેમિસ્ટ્રી કેવી છે એ તો તમામ લોકો જાણે છે. કોહલી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને અનુષ્કા શર્મા બોલિવૂડની એક ટોચની એક્ટ્રેસ છે. લોકડાઉનના કારણે બંન્ને હાલમાં ઘર પર ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે.સોશિયલ મીડિયા પર બંન્ને એકબીજા સાથે મસ્તી કરતા, ગેમ્સ ખેલતા વીડિયો અને તસવીરો શેર કરતા રહે છે.
તાજેતરમાં જ કોહલીના ઘર પર રહીને ક્રિકેટર એબી ડિવિલિયર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ કરી રહ્યો હતો. ત્યારે એવું કાંઇ થયું જેણે ફેન્સના દિલ જીતી લીધા હતા. વાસ્તવમાં કોહલી ચેટ કરતા સમયે જે જગ્યા પર બેઠો હતો ત્યાં પ્રકાશ નહોતો. તેના ચહેરા અને બ્રેકગ્રાઉન્ડ પર એટલો પ્રકાશ પડી રહ્યો નહોતો.
ત્યારે અચાનક અનુષ્કા શર્માએ લાઇટ ઓન કરી દીધી જેનાથી કોહલી ચોંકી ઉઠ્યો હતો. જોકે, જ્યારે તેણે જોયું કે અનુષ્કાએ લાઇટ ઓન કરી છે તો તેનો આટલો ખ્યાલ રાખવા બદલ કોહલીએ હસીને અનુષ્કા તરફ જોયું હતુ અને કહ્યું હતુ કે થેંક્સ માય લવ. વિરાટ અને ડિવિલિયર્સના ચેટનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion