(Source: ECI/ABP News/ABP Majha)
Washington Sundar તેના કાઉન્ટી ડેબ્યુમાં છવાયો, પહેલા દિવસે 5 વિકેટ ઝડપી, જુઓ વીડિયો
ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારત તરફથી ચેતેશ્વર પુજારા ઉપરાંત વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને ઉમેશ યાદવ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છે.
County Championship: ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારત તરફથી ચેતેશ્વર પુજારા ઉપરાંત વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની અને ઉમેશ યાદવ કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાની કાઉન્ટી કારકિર્દીની શાનદાર શરૂઆત કરી છે. વોશિંગ્ટન સુંદરે (Washington Sundar) મંગળવારે કાઉન્ટી ડેબ્યૂમાં નોર્થમ્પટનશાયર સામે લંકાશર તરફથી 5 વિકેટ ઝડપી હતી.
સુંદરે વિલ યંગ, રોબ કીયો, રિયાન રિકલેટન અને ટોમ ટેલર સહિત કુલ 5 વિકેટ લીધી હતી. મેદાન પર વોશિંગ્ટન સુંદરની શાનદાર વાપસી ભારત માટે મોટી રાહતના સમાચાર છે. સુંદરે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ગયા વર્ષે જુલાઈમાં રમી હતી. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમ્યો છે. જોકે, ફિટનેસની સમસ્યાઓના કારણે સુંદર આ દિવસોમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પરંતુ સુંદર પાસે શાનદાર પ્રદર્શન કરીને ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં દાવો કરવાની શાનદાર તક છે.
First wicket for Washington Sundar in county cricket in his second ball - great start, Washi. pic.twitter.com/F8FCzcyhNb
— Johns. (@CricCrazyJohns) July 19, 2022
ચેતેશ્વર પૂજારાનું શાનદાર ફોર્મ યથાવતઃ
ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. ટીમની કમાન સંભાળી રહેલા ચેતેશ્વર પૂજારાએ 182 બોલમાં 115 રનની ઇનિંગ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં સારા પ્રદર્શન દ્વારા જ ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું છે.
બીજી તરફ, ભારતના બે ઝડપી બોલર નવદીપ સૈની અને ઉમેશ યાદવનો પણ મંગળવારે કાઉન્ટી ક્રિકેટમાં સારો દિવસ રહ્યો હતો. નવદીપ સૈનીએ 10 ઓવરમાં 59 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જો કે ઉમેશ યાદવને કોઈ વિકેટ મળી ન હતી પરંતુ તેણે 18 ઓવરમાં સારી બોલિંગ કરી અને માત્ર 44 રન આપ્યા હતા.