Virat Kohli with Babar Azam: એશિયા કપમાં મેચ અગાઉ મળ્યા વિરાટ કોહલી અને બાબર આઝમ, જુઓ વીડિયો
એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવાની છે. બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાશે.
Virat Kohli with Babar Azam: એશિયા કપ 2022 સીઝન શનિવાર (27 ઓગસ્ટ)થી શરૂ થવાની છે. બીજા દિવસે એટલે કે 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મુલાકાતનો વીડિયો બીસીસીઆઇના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
Hello DUBAI 🇦🇪
— BCCI (@BCCI) August 24, 2022
Hugs, smiles and warm-ups as we begin prep for #AsiaCup2022 #AsiaCup | #TeamIndia 🇮🇳 pic.twitter.com/bVo2TWa1sz
પરંતુ આ મેચ પહેલા જ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમે એકબીજા સાથે મુલાકાત કરી હતી. બંન્ને સ્ટાર પ્લેયર ટ્રેનિંગ સેશન દરમિયાન મળ્યા હતા અને એકબીજાને આવકાર્યા હતા.
આ વખતે એશિયા કપ શ્રીલંકાની યજમાનીમાં UAEમાં રમાઈ રહી છે. આ અંગે તમામ ટીમ યુએઈ પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત અન્ય ટીમો પણ ટ્રેનિંગમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન ભારતીય ખેલાડીઓની એન્ટ્રી થાય છે, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને કોહલી સહિતના બાકીના ખેલાડીઓને પહેલા અફઘાન ખેલાડીઓને મળતા બતાવવામાં આવ્યા હતા.
કોહલીએ રાશિદ અને બાબર સાથે કરી મુલાકાત
આ વીડિયોમાં કોહલી અને રાશિદ ખાન પણ જોવા મળે છે. બંને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ પછી કોહલી બાબર આઝમને મળે છે. અહીં પણ આ બંને ખેલાડીઓ વાતચીત કરી ટ્રેનિંગ માટે આગળ વધે છે. બીસીસીઆઈએ વીડિયોના કેપ્શનમાં લખ્યું કે આલિંગન, સ્મિત અને વોર્મ-અપ સાથે અમે એશિયા કપની તૈયારી કરીએ છીએ.
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ