શોધખોળ કરો
Advertisement
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20માં વરસાદ પડવાની સંભાવના? જાણો સમયમાં શું થઇ શકે છે ફેરફાર
હવામાનના પૂર્વાનુમાનનુ માનીએ તો અહીં હળવું ઝાપટુ પડવાની સંભાવના છે, જેના કારણે મેચ થોડી મોડી શરૂ થઇ શકે છે. જો વરસાદ પડશે તો મેચ ઓછી ઓવરોની રમાશે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, પાંચ મેચોની ટી20 સીરીઝની આજે પ્રથમ ટી20 ઓકલેન્ડમાં રમાવવાની છે. વર્લ્ડકપ બાદ બન્ને દેશે પહેલીવાર આમને સામને થઇ રહ્યાં છે, જેથી આ સીરીઝ બન્ને માટે ખુબ મહત્વની છે. આ બધાની વચ્ચે હવે હવામાનને લઇને ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ન્યૂઝીલેન્ડના ઇડન પાર્ક, ઓકલેન્ડના હવામાન પર એક નજર નાંખીએ તો આજે સવારે અહીં વરસાદ પડ્યો હતો, પણ ત્યારબાદ તડકો નીકળ્યો છે. મેચ ભારતીય સમયાનુસાર બપોરે 12.20 વાગે શરૂ થશે, અને ટૉસ 11.50 વાગે થવાનો છે.
હવામાનના પૂર્વાનુમાનનુ માનીએ તો અહીં હળવું ઝાપટુ પડવાની સંભાવના છે, જેના કારણે મેચ થોડી મોડી શરૂ થઇ શકે છે. જો વરસાદ પડશે તો મેચ ઓછી ઓવરોની રમાશે.
મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી (અંગ્રેજીમાં) અને સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, અને સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી પર હૉટસ્ટાર પર લાઇવ કરવામાં આવશે. બન્ને ટી20 ટીમો....... ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), સંજૂ સેમસન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, યુજવેન્દ્ર ચહલ, વૉશિંગટન સુંદર ન્યૂઝીલેન્ડ ટીમઃ- કેન વિલિયમસન (કેપ્ટન), હેમિશ બેનેટ, ટૉમ બ્રૂસ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, માર્ટિન ગપ્ટિલ, સ્કૉટ કુગલેઇજન, ડેરિલ મિશેલ, કૉલિન મુનરો, રૉસ ટેલર, બ્લેયર ટિકર, મિશેલ સેન્ટનર, ટિમ સિફર્ટ, ઇશ સોઢી, ટિમ સાઉથી,The covers are off after some morning showers and the sun is emerging at @edenparknz ahead of tonight’s first T20I. #NZvIND pic.twitter.com/kmANbZ7T0U
— BLACKCAPS (@BLACKCAPS) January 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement