શોધખોળ કરો

કૃણાલ પંડ્યાએ એવું શું કર્યું કે શિસ્તભંગનાં લેવાઈ શકે છે પગલાં ?

કૃણાલે બંને મેચો માટે કેમ ઉપલબ્ધ નથી તેનું કારણ જણાવ્યું નથી.

કટકઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાએ વધુ એક વિવાદ પેદા કરી દીધો છે. વડોદરા વતી રમી રહેલા ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા કટક ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી સ્પર્ધાની બાકીની મેચો છોડી અધવચ્ચે છોડી દીધી છે. ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા ટીમ મેનેજરને જાણ કરી જતો રહેતાં બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)એ કૃણાલ પંડ્યા સામે શિસ્તભંગનાં પગલાં લેવાની તૈયારી શરૂ કરી છે. 

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)નાં સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ સામેની રણજી મેચ રવિવારે પૂરી થઇ હતી અને આ મેચમાં વડોદરા ટીમનો પરાજય થયો હતો. આ મેચ પૂરી થયા બાદ બરોડા ટીમના મેનેજરને કૃણાલ પંડ્યાએ કહ્યું હતું કે, હવે બાકીની 2 મેચો માટે હું ઉપલબ્ધ નથી. ટીમ મેનેજરે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સત્તાધીશોને આ અંગેની જાણ ઇ-મેલ દ્વારા કરી હતી. આ મેચમાં કૃણાલ પંડ્યાને બીજી ઈનિંગ્સમાં માત્ર એક જ ઓવર નાખવા મળી હતી. તેના કારણ તે નારાજ થઈ ગયો હોવાનું મનાય છે. પંડ્યા સામે શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે.

બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ને ટીમ મેનેજરનો ઇ-મેલ મળ્યો છે કે કૃણાલ પંડ્યા બંગાળ સામેની મેચ પછી પોતે હવે બે મેચ માટે ઉપલબ્ધ નથી એવું કહીને જતો રહ્યો છે.  કૃણાલે બંને મેચો માટે કેમ ઉપલબ્ધ નથી તેનું કારણ જણાવ્યું નથી. બીસીએના એક ટોચના હોદ્દેદારે જણાવ્યું હતું કે, આ શિસ્તભંગ છે અને આવા કિસ્સામાં પગલાં જરૂરી છે. તેણે 2 મેચ રમવી નહોતી તો પહેલેથી કહેવું જોઈતું હતું. પંડ્યાની મનમાનીના કારણે બીસીએની હાલત બગડી ગઈ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) અત્યારે  કોઈ ખેલાડીને મોકલે તો તેણે ફરજિયાત 5 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે. આ સંજોગોમાં તેને મોકલવાથી પણ રમાડી ના શકાય. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?
વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી પર BCCI ઉપપ્રમુખનું મોટું નિવેદન, જાણો રાજીવ શુક્લાએ શું કહ્યું ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget