IND vs PAK: આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી20, કેટલા વાગે ને ક્યાંથી જોઇ શકાશે ક્રિકેટ મેચનુ લાઇવ પ્રસારણ, જાણો વિગતે
ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં અત્યારે કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થઇ ગઇ છે. 28 જુલાઇથી શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)મા આ વખતે ક્રિકેટને પણ સામેલ કરવામા આવી છે.
Women's Cricket in Commonwealth Games: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં અત્યારે કૉમનવેલ્થ ગેમ્સ શરૂ થઇ ગઇ છે. 28 જુલાઇથી શરૂ થયેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)મા આ વખતે ક્રિકેટને પણ સામેલ કરવામા આવી છે. જોકે આમાં માત્ર મહિલા ક્રિકેટ (Women's Cricket)ને જ એન્ટ્રી મળી છે. ખાસ વાત છે કે અહીં ટી20 ફોર્મેટમાં મેચો રમાશે. આમાં 8 ટીમો ભાગ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan)ની ટીમો પણ સામેલ છે. આ બન્નેને એક જ ગૃપમાં રાખવામા આવી છે, આની મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? અહીં વાંચો....
1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
આ મેચ 31 જુલાઇ 2022એ રમાશે, બપોરે 3.30 વાગે શરૂ થશે, બર્મિંઘમના એડબેસ્ટૉન ગ્રાઉન્ડમાં રમાશે.
2. ભારત -પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે.
4. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ કયા ગૃપમાં છે ?
ભારતીય ટીમ ગૃપ એમાં છે, આ ગૃપમાં ભારતની સાથે સાથે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને બાર્બાડૉસની ટીમો સામેલ છે.
5. ભારતની મેચો ક્યારે ક્યારે છે ?
ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 29 જુલાઇએ હતી, જેમા ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે, હવે બીજી મેચ પાકિસ્તાન સામે 31 જુલાઇ અને ત્રીજી મેચ બાર્બાડોઝ સામે 3 ઓગસ્ટે રમાવવાની છે.
6. ગૃપ સ્ટેજ મેચ બાદ શું થશે ?
ટીમો બે ગૃપમાં વહેંચવામાં આવી છે, બન્ને ગૃપોમાં ટૉપ 2 ટીમો સેમિફાઇનલમાં રમશે. ગૃપ બીમાં શ્રીલંકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો છે. એટલે કે એટલે કે ભારતીય ટીમ ગૃપ એમા ટૉપ 2 પૉઝિશન પર રહે છે, તો આ સેમિફાઇનલ મેચમાં ગૃપ બીની ટૉપ 2 ટીમોમાંથી કોઇ એક સામે ટકરાશે.
🚨 NEWS 🚨: #TeamIndia (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced. #B2022 | @birminghamcg22 pic.twitter.com/lprQenpFJv
— BCCI Women (@BCCIWomen) July 11, 2022
આ પણ વાંચો..........
ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી
CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર
Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે
Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ