શોધખોળ કરો
Advertisement
લારાનો 400 રનનો રેકોર્ડ કોણ તોડી શકે છે ? વોર્નરે સેકંડનો વિચાર કર્યા વગર આપ્યું આ ભારતીય ક્રિકેટરનું નામ
વોર્નરે ઇન્ટરવ્યુમાં કહ્યું, જ્યારે હું આઈપીએલમાં દિલ્હી તરફથી રમતો હતો ત્યારે સેહવાગે મને કહ્યું, તું ટી20 કરતાં ટેસ્ટમાં સારો ખેલાડી બની શકે છે. મેં કહ્યું હતું તેં મારા દિમાગ બહારની વસ્તુ છે, હું ફર્સ્ટ ક્લાસ મેચ પણ પૂરતી રમ્યો નથી. જે બાદ સેહવાગ બોલ્યો કે, તારામાં ક્ષમતા છે અને તું ટેસ્ટમાં પણ આક્રમક બેટ્સમેન બની શકીશ.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે એડિલેડ ઓવલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન ટીમે 3 વિકેટના નુકસાન પર 589 રન બનવી ઈનિંગ ડિકલેર કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે અણનમ 335 રનની ઈનિંગ રમી હતી. તે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનો ટેસ્ટ ઈનિંગમાં 400 રનનો રેકોર્ડ તોડવાથી 65 રન દૂર હતો ત્યારે જ કેપ્ટન ટિમ પેનીએ દાવ ડિકલેર કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો.
વોર્નર જે રીતે બેટિંગ કરતો હતો તેના પરથી તે લારાનો રેકોર્ડ પણ તોડી દેશે તેમ લાગતું હતું. વોર્નરે એક ચેનલને કહ્યું , મારું વ્યક્તિગત માનવું છે કે અહીંની બાઉન્ડ્રી લાંબી છે. આટલી લાંબી ઈનિંગ રમ્યા બાદ હું થાકી ગયો હતો. હું બાઉન્ડ્રી પણ લગાવી શકતો નહોતો. જે બાદ તેને પૂછવામાં આવ્યું, લારાનો 400 રનનો રેકોર્ડ કોણ તોડી શકે છે ? જેનો ક્ષણ પણ વિચાર્યા વગર જવાબ આપ્યો કે રોહિત શર્મા.
રોહિત વન ડેમાં મેચ વિનર તરીકે પોતાને સ્થાપિત કરી ચુક્યો છે અને હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ તે ઓપનર તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યો છે. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તેની પાસે આ રેકોર્ડ તોડવાની તક છે.
વોર્નરે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું, જ્યારે હું આઈપીએલમાં દિલ્હી તરફથી રમતો હતો ત્યારે સેહવાગે મને કહ્યું, તું ટી20 કરતાં ટેસ્ટમાં સારો ખેલાડી બની શકે છે. મેં કહ્યું હતું તેં મારા દિમાગ બહારની વસ્તુ છે, હું ફર્સ્ટ ક્લાસ મેચ પણ પૂરતી રમ્યો નથી. જે બાદ સેહવાગ બોલ્યો કે, તારામાં ક્ષમતા છે અને તું ટેસ્ટમાં પણ આક્રમક બેટ્સમેન બની શકીશ.
મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં ઉદ્ધવ ઠાકરેએ કર્યું સંબોધન ફડણવીસને લઈ કરી મોટી વાત, જાણો વિગત
ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, કહ્યું- ઠંડી રહેશે પણ...........
ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement