શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં ઉદ્ધવ ઠાકરેએ કર્યું સંબોધન, ફડણવીસને લઈ કરી મોટી વાત, જાણો વિગત
ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં સંબોધન દરમિયાન કહ્યું, હું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણું શીખ્યો છું અને તેઓ મારા હંમેશા મિત્ર રહેશે. , હું તમને ક્યારેય વિરોધ પક્ષના નેતા નહીં પરંતુ જવાબદાર નેતા તરીકે સંબોધન કરીશ.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બીજી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. કોંગ્રેસના નેતા નાના પટોલે બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષ નેતા તરીકે ચૂંટાયા હતા. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહત્વનું નિવેદન આપ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ ગૃહમાં સંબોધન દરમિયાન કહ્યું, હું ભાગ્યશાળી મુખ્યમંત્રી છું. કારણકે જે લોકો મારો વિરોધ કરતા હતા તેઓ હવે મારી સાથે છે અને હું જેમની સાથે હતો તેઓ મારી વિરુદ્ધ છે. હું અહીંયા મારા નસીબ અને લોકોના આશીર્વાદથી આવ્યો છે. મેં કોઈને નહોતું કહ્યું કે હું અહીં આવીશ પરંતુ તેમ છતાં આવી ગયો..
હું દેવેન્દ્ર ફડણવીસ પાસેથી ઘણું શીખ્યો છું અને તેઓ મારા હંમેશા મિત્ર રહેશે. હું હજુ પણ હિન્દુત્વને વળગી રહ્યો છું અને ક્યારેય છોડવાનો નથી. છેલ્લા પાંચ વર્ષમાં મેં ક્યારેય સરકાર સાથે દગો કર્યો નથી.
તેમણે ફડણવીસને લઇ એમ પણ કહ્યું, હું તમને ક્યારેય વિરોધ પક્ષના નેતા નહીં પરંતુ જવાબદાર નેતા તરીકે સંબોધન કરીશ. જો તમે અમારી સાથે આમ ન કર્યું હોત તો આ બધું (ભાજપ-શિવસેનાના ભાગલા) ન બનત.
ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી, કહ્યું- ઠંડી રહેશે પણ........... આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહીMaharashtra Chief Minister Uddhav Thackeray: I won’t call you (Devendra Fadnavis) an 'Opposition leader', but I will call you a 'responsible leader'. If you would have been good to us then, all this (BJP-Shiv Sena split) would have not happened. pic.twitter.com/9CfT84S6nV
— ANI (@ANI) December 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion