(Source: ECI/ABP News/ABP Majha)
Women’s Asia Cup 2022 Final : આજે મહિલા એશિયાકપની ફાઈનલ, ભારતનો મુકાબલો શ્રીલંકા સામે, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs SL: ભારતની મજબૂત બેટિંગ લાઇન છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે.
Womens Asia Cup 2022 Final, IND vs SL : મહિલા એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો સામનો ભારત સામે થશે. ગુરુવારે ભારતે પ્રથમ સેમિફાઇનલ મેચમાં થાઇલેન્ડને હરાવ્યું હતું, જ્યારે બીજી સેમિફાઇનલ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે ફાઇનલ મેચ રમાશે.
પિચ રિપોર્ટ
સિલહટ ક્રિકેટ સ્ટેડિયમની પિચ ટુર્નામેન્ટમાં બેટર અને બોલરને અનુકૂળ રહી છે. આ ટુર્નામેન્ટમાં મોટાભાગની મેચોમાં ટીમ મોટો સ્કોર કરી શકી નથી. ભારતે આ પહેલા લીગ રાઉન્ડમાં શ્રીલંકાને 41 રનથી હરાવ્યા હતા. ભારતની મજબૂત બેટિંગ લાઇન છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે.
ક્યાં જોઈ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર બપોરે 1 કલાકથી જોઈ શકાશે. જ્યારે લાઇવ સ્ટ્રિમિંગ મોબાઇલ એપ Disney+ Hotstar પર જોઈ શકાશે.
બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારતઃ સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટ કિપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રાધા યાદવ, રેણુકા ઠાકુર, રાજેશ્વરી ગાયકવાડ
શ્રીલંકાઃ ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પેરારા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકિપર), માલશા શેહાના, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઈનોકા રનવીરા, અચિની કુલસુરિયા
ભારત સાતમી વખત જીતવા ઉતરશે
ભારતને રેકોર્ડ સાતમી વખત અને વર્ષ 2016 બાદ પ્રથમ વખત એશિયા કપ જીતવાની આશા છે. જ્યારે શ્રીલકા 2008 બાદ પ્રથમ વખત એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ્યું છે અને તેઓને પ્રથમવાર ટાઈટલ જીતવાની આશા છે. ભારત આઠમીવાર યોજાઈ રહેલા એશિયા કપની ફાઈનલમાં આઠમી વખત પ્રવેશ્યું છે. છેલ્લા 2018માં રમાયેલા યી-20 વર્લ્ડકપની ફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને આચંકો આપ્યો હતો. ભારતનો આધાર સ્મૃતિ મંધાના, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ કાણા, રાધા યાદવ પર રહેશે. જ્યારે શ્રીલંકાનો આધાર કેપ્ટન ચામારી અટ્ટાપટ્ટુ, કવિષા દિલહારી, હર્ષિથા માડાવી અને નિલાક્ષી ડે સીલ્વા તેમજ ઈનોકા રનવીરા પર રહેશે.
Final Ready! 👍 👍
— BCCI Women (@BCCIWomen) October 14, 2022
Ahead of the #AsiaCup2022 summit clash, #TeamIndia Captain @ImHarmanpreet highlights what has been a highlight of India's campaign. 👌 👌#INDvSL pic.twitter.com/ryV9cEwTXS